ખબર

છૂટછાટમાં કોરોના ઉછળી પડ્યો: છેલ્લા 24 કલાકમાં 485 નોંધાયા તો પણ એક રાહતના સમાચાર આવ્યા

ભલે લોકડાઉન ખુલી ગયું તો પણ ગુજરાતમાં કોવિડનું સંકટ યથાવત જ છે. છેલ્લા 24 કલાક ની વાત કરીએ તો ગુજરાતમાં 485 ન્યુ કોવિડ કેસ નોંધાયા છે અને 30 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 318 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 67.40 % પર પહોંચી ગયો છે જે સારી વાત છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 18117 કેસ નોંધાયા છે. તો 1122 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં મંગળવાર સાંજથી લઈને બુધવારે સાંજે 5 કલાક સુધીમાં નવા 485 કેસ નોંધાયા છે. આજના કેસો ની વાત કરીએ તો અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 1, બનાસકાંઠામાં 10, આણંદ 1, રાજકોટ 2, અરવલ્લી 2, મહેસાણા 4, પંચમહાલ 3, ખેડા 5, પાટણ 5, નવસારી 2, ભરૂચ 3, સાબરકાંઠા 1, દાહોદ 1, જૂનાગઢ અને સુરેન્દ્ર નગરમાં એક એક કેસ નોંધાયો છે.

સરકારની પ્રેસનોટમાં પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1122 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 4783 લોકો સ્ટેબલ છે.

ગુજરાતમાં રિકવરી રેટ 67.40 % પર પહોંચી ગયો છે જે સારી વાત છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.