રસોઈ

વરસાદી મોસમનો આનંદ માણો સ્વાદિષ્ટ કોર્ન મેગી સાથે, ચાલો જાણીલો સંપૂર્ણ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ સાથે

આજકાલ નાના મોટા દરેકને મેગી કે મેગીમાંથી બનાવેલી ચટપટા ટેસ્ટની વાનગી અતિ પ્રિય હોય છે. દરેક વ્યક્તિ પોત પોતાની રીતે પોતાના ટેસ્ટ મૂજબ મેગી ખાવાનું પસંદ કરતા હોય છે. તો હવે ન બનાવતા સામાન્ય મેગી. અમે આજે તમને ટેસ્ટમાં બેસ્ટ એવી કોર્ન મેગી બનાવવાની પરફેક્ટ રેસીપી જણાવીશું. તો બનાવો સંપૂર્ણ રેસીપી જોઈને.

કોર્ન મેગી બનાવવા માટેની સામગ્રી :

  • 2 પેકેટ, મેગી,
  • એક ઝીણી સમારેલી ડુંગળી,
  • એક પાતળા ને લાંબા સમારેલા ગાજર,
  • 1 વાટકો, મકાઈ ,
  • ઝીણા સમારેલાં કેપ્સિકમ,
  • 1 સમારેલું ટામેટું ,
  • 1, ઝીણું સમારેલું લીલું મરચું,
  • સ્વાદ અનુસાર મીઠું,
  • જરૂર મુજબ પાણી,


કોર્ન મેગી બનાવવાની રીત :

1 . સૌ પ્રથમ એક પેન લઈને એમાં પાણી નાખીને ગેસ ઉપર પાણી ઉકાળો. જ્યારે તે ઉકળવા લાગે ત્યારે , ડુંગળી, ગાજર, મકાઈ, ટમેટા, કેપ્સિકમ, લીલા મરચા અને મીઠું એમાં નાખીને હલાવો. થોડા સમય પછી એમાં મેગી મસાલા એડ કરો.

2 . જ્યારે શાકભાજી થોડા બફાઈને નરમ થઈ જાય ત્યારે એમાં મેગી અને બાકીનો મેગી મસાલો ઉમેરો.

3. જો તમારે સૂપ વાળી કોર્ન મેગી બનાવાવી હોય તો થોડું રહેવા દો. નહીતર થોડીવાર હળવી આંચે મેગીને ઉકળવા દો બધુ જ પાણી શોષાઈ જશે.

4. તમારી ગરમા ગરમ કોર્ન મેગી તૈયાર છે. ટામેટાના કેચપ સાથે એક બાઉલમાં સર્વ કરો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ