કાલ્પનિક લાગતી ઘટના હકીકતમાં બની, 8 વર્ષના બાળકને યાદ આવ્યો તેનો પુનર્જન્મ, મળવા પહોંચી ગયો ગામમાં, લોકોની આંખો આંસુઓથી છલકાઈ

આ ફિલ્મી નથી પણ સાચી પુનર્જન્મની ઘટના છે, મૃત્યુના 8 વર્ષ બાદ થયો બીજીવાર જન્મ, સમગ્ર ઘટના જાણીને ભલભલા લોકો ધ્રુજી ઉઠ્યા

ઘણી ફિલ્મો, ધારાવાહિકો, વેબ સિરીઝ અને વાર્તાઓમાં આપણે પુનર્જન્મની કહાની સાંભળતા આવ્યા છે, પરંતુ હકીકતમાં આવી કોઈ ઘટનાઓ વિશેની આપણને પાકી માહિતી મળી નથી, ત્યારે બસ આપણે તેને  કલ્પના માનીને જ જીવતા હોઈએ છીએ, પરંતુ એક એવી ઘટના સામે આવી જેને આ કલ્પનાને હકીકતમાં બદલી નાખી હતી.

આ ઘટના સામે આવી ઉત્તર પ્રદેશના મેનપુરીમાંથી. જ્યાંના નગલા સાલેહી ગામના પ્રમોદ કુમાર એ સમયે હેરાન રહી ગયા જયારે એક 8 વર્ષના બાળકે તેમને પિતા કહીને તેમની પાસે ચાલ્યો આવ્યો. વાતચીતમાં ખબર પડી કે તે બાળક બીજું કોઈ નહિ પરંતુ 8 વર્ષ પહેલા નહેરમાં ડૂબીને મરી ગયેલો તેમનો 13 વર્ષનો દીકરો છે. જેનો તેમના ઘરેથી માત્ર 6 કિમિ દૂર પુનર્જન્મ થયો છે. બાપ દીકરાનું આ મિલન જોઈને લોકોની આંખો પણ આંસુઓથી છલકાઈ આવી હતી.

આ બાબતે પ્રમોદ કુમારે જણાવ્યું કે તેમનો 13 વર્ષનો દીકરો રોહિત 8 વર્ષ પહેલા નહેરમાં નહાવા માટે ગયો હતો. નહેરમાં નહાવું સામાન્ય વાત હતી. પરંતુ તે દિવસે તે નહેરમાં કૂદ્યો પરંતુ પાછો ના આવ્યો. જેના બાદથી જ માતા પિતા પોતાની દીકરીના સહારે તેમની જીવન વિતાવી રહ્યા હતા.

આ ઘટનાના 8 વર્ષ બાદ પ્રમોદના ગામથી લગભગ 6 કિમિ દુર નગલા અમરસિંહ ગામમાં રામશરણના ઘરે ચંદ્રવીરનો જન્મ 8 વર્ષ પહેલા થયો હતો. જેમે જેમ ચન્દ્રવીર મોટો થતો ગયો તેમ તેમ તેને તેના પુનર્જન્મની કહાની યાદ આવવા લાગી. તેને પોતાના માતા પિતાને પણ આ કહાની જણાવી પરંતુ કોઈ તેને પ્રમોદના ઘરે લઇ જઈ રહ્યું નહોતું.

પરંતુ જયારે આ બાળકે પોતાના માતા-પિતાને મળવાની જીદ કરી જ લીધી ત્યારે રામશરણ તેને લઈને પ્રમોદના ઘરે આવી ગયા. પ્રમોદના ઘરે પહોંચીને જયારે ચન્દ્રવીરે પુનર્જન્મની કહાની જણાવી ત્યારે કોઈ તેની વાત ઉપર વિશ્વાસ ના કરી. શક્યું જેના અબ્દ તેને પોતાના મરવાની કહાની પણ જણાવી. આ ઉપરાંત જૂની વાતો પણ તેને જણાવી. જેના બાદ પ્રમોદને પણ વિશ્વાસ આવી ગયો.

જેના બાદ ચન્દ્રવીર તેની માતા અને બહેનને પણ મળ્યો. દીકરાના આ રીતે પુનર્જન્મ બાદ પરત ફરવાના કારણે તેમના મનમાં ખુશી પણ છે, સાથે સાથે તે કોઈ બીજાની અમાનત છે. ચંદ્રવીરની વાતો સાંભળીને આખું ગામ ભેગું થઇ ગયું, લોકો તેને પોતાની સાથે જોડાયેલી બાબતો પણ પૂછવા લાગ્યા, ગામની સ્કૂલના આચાર્ય પણ આવી પહોંચ્યા અને ચન્દ્રવીર તેમને પણ ઓળખી ગયો.

Niraj Patel