34 દીકરીઓને દત્તક લેનાર દિગ્ગજ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાની સામે આવી સચ્ચાઈ
બોલિવુડની 90ના દાયકાની સૌથી પોપ્યુલર અભિનેત્રી અને ડિંપલ ગર્લ તરીકે જાણીતી પ્રિતી ઝિન્ટાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ “દિલ સે”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું.

પ્રિતી ઝિન્ટાનો જન્મ વર્ષ 1975માં હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. પ્રિતીનું બાળપણ ઘણી મુશ્કેલીઓ સાથે વીત્યુ છે. પ્રિતી 15 વર્ષની હતી અને તેણે એ ઉંમરમાં તેના માતા-પિતા ગુમાવ્યા હતા. તે બાદ તેણે એ મહેસૂસ કર્યુ કે, એકલા રહેવું કેટલું મુશ્કિલ છે.

2009 માં, પ્રીતિ ઝિન્ટા સતત હેડલાઇન્સમાં રહી. તેનું કારણ હતું દિકરીઓને દત્તક લેવાનું…તેણે જણાવ્યું હતું કે તેણે ઉત્તરાખંડના ઋષિકેશમાં સ્થિત ‘મધર મિરેકલ’ સ્કૂલમાંથી એક સાથે 34 છોકરીઓને દત્તક લીધી હતી અને તેના શિક્ષણની સાથે સાથે તેમના ઉછેરની પણ સંપૂર્ણ જવાબદારી લીધી હતી. તેના નિર્ણય માટે તે સમયના શાળાના સ્થાપકે તેમનો આભાર પણ માન્યો હતો.

ઉત્તરાખંડના ઋષિકેશમાં શીશમ ઝાડી સ્થિત મધર મિરેકલ સ્કૂલની સંસ્થાપિકા શાઇલા ઇત્તેફામ અનુસાર, 34 ડીકરીઓના પાલન પોષણની જવાબદારી અને તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની ઘોષણા બોલિવુડ અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ કરી હતી અને હવે તેને આ યાદ નથી. તેમનું કહેવું છે કે, પ્રિતી ઝિન્ટાએ જણાવ્યુ હતુ કે, તે પ્રત્યેક વર્ષ સ્કૂલની બે બાળકીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. જો કે, ઘણા વર્ષોથી તેણે આ સ્કૂલમાં પગ મૂક્યો નથી. તેમના આ વચનને લઇને સ્કૂલ પ્રબંધન નારાજ છે. સ્કૂલમાં પ્રિતી લગ્ન પહેલા અને પછી પતિ સાથે ઘણીવાર આવી ચૂકી છે.
લગ્ન પહેલા વર્ષ 2009માં તે અહીં આવી હતી તો તેણે મધર મિરેકલ સ્કૂલના સંસ્થાપિકા શાઇલા ઇત્તેફામ સાથે સ્કૂલમાં ભણનારા અનાથ બાળકોને દત્તક લેવાની ઇચ્છા જણાવી હતી. આ પર સંસ્થાપિકાએ સહમતિ પણ આપી દીધી હતી.

આ વાત પર શાઇલા ઇત્તેફામ સાથે વાત કરવામાં આવી તો, તેઓ અનુસાર પ્રિતી ઝિન્ટા સ્કૂલમાં આવી અને બાળકો સાથે તસવીરો ક્લિક કરાવી જતી રહી અને આ ઘટના પછી તેણે કયારેય કોઇ પણ બાળકનો ખર્ચ ઉઠાવ્યો નથી. જયારે આ વાત પર અભિનેત્રી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી તો વાત ન થઇ શકી.

આજે આ વાતને 12 વર્ષ થઇ ચૂક્યા છે. શું તમે એ વાત જાણો છો કે, પ્રિતીએ જે દીકરીઓને દત્તક લીધી હતી તે અત્યારે કયાં છે અને કયા હાલમાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજેતરમાં પ્રીતિ ઝિન્ટા સાથેની એક મુલાકાતમાં, તેમને મધર મિરેકલ સ્કૂલની દત્તક લેવામાં આવેલી છોકરીઓ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

પરંતુ પ્રીતિને યાદ પણ નહોતું કે, તેણે ક્યારેય બાળકને દત્તક લીધું હતું. જો કે, પ્રીતિએ વર્ષ 2009માં તે તમામ છોકરીઓના ખર્ચ અને અભ્યાસની જવાબદારી લીધી હતી, પરંતુ ત્યારબાદ તેણે હજી સુધી તે શાળામાં પગ મૂક્યો નથી.

મીડીયાએ જયારે અભિનેત્રી સાથે આ બાબતે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ચુપી સાધી હતી. પ્રીતિના આ વ્યવહારના કારણે ઘણા લોકો તેનાથી નારાજ છે. જ્યારે આ બાબતને સોશિયલ મીડિયા પર લાવવામાં આવી, ત્યારે લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી.

પ્રિતી ઝિન્ટા બિઝનેસમેન નેસવાડિયાને ડેટ કરવાની ખબરોને લઇને ઘણી ચર્ચામાં રહી હતી પરંતુ બંનેનું થોડા સમય બાદ બ્રેકઅપ થઇ ગયુ હતું. પ્રિતીએ વર્ષ 2016માં વિદેશી બોયફ્રેન્ડ જેન ગુડનાઇફ સાથે લગ્ન કરી લીધા હતા.

પ્રિતી ઝિન્ટા એક અભિનેત્રી હોવાની સાથે સાથે એક બિઝનેસ વુમન પણ છે. પ્રિતી ઝિન્ટાએ વર્ષ 2008માં IPLની કિંગ્સ ઇલેવન પંજાબ ટીમની ઓનરશિપ અન્ય સાથે મળીને લીધી હતી.

વર્ષ 2009 સુધી પ્રિતી IPL ટીમની ઓનરશિપ વાળી એકમાત્ર મહિલા અને યંગેસ્ટ ઓનર હતી. પ્રિતી ઝિન્ટા ઘણા સમયથી બોલિવુડ ફિલ્મોથી દૂર છે પરંતુ તે અનેક વાર લાઇમલાઇટમાં રહેતી હોય છે.