કો ઓપરેટીવ બેંકમાં બહુ જ કૌભાંડનો થઇ રહ્યા છે અને હજુ તો થોડાક મહિનાઓ પહેલા ન્યુઝ આવેલા કે Axis બેંકના ત્રણ કર્મચારીઓએ બેંકને અંધારામાં રાખી કરોડોનું કૌભાંડ આચાર્યું હતું જેમાં સોનાની લોન ડિપાર્ટમેન્ટ સેલ્સ મેનેજર અને બે કર્મચારીઓને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે આ મામલે વધુ તપાસ ચાલુ છે. જેમાં વધુ આરોપીઓ સહિત કૌભાંડની રકમમાં વધારો થાય તેવી શક્યતા છે. ત્યાં ફરી એક વધુ બેન્કિંગ સિસ્ટમને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે.
RBI revoked the license of this bank : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મંગળવારે તેની વર્તમાન નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જય પ્રકાશ નારાયણ નાગરી સહકારી બેંક બસમતનગર, મહારાષ્ટ્રનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈના જણાવ્યા મુજબ, આ સહકારી બેંક વર્તમાન સંજોગોમાં તેના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે.
લાયસન્સ રદ્દ :
લાયસન્સ રદ્દ થયા બાદ બેંક દ્વારા ‘બેંકિંગ’ વ્યવસાય પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાં થાપણોની સ્વીકૃતિ અને તાત્કાલિક અસરથી થાપણોની ચુકવણીનો પણ સમાવેશ થાય છે. આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે સહકારી કમિશનર અને સહકારી મંડળીના રજિસ્ટ્રાર, મહારાષ્ટ્રને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બેંકને બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપે.
ગ્રાહકોને નાણાં ચુકવવામાં અસમર્થ :
સહકારી બેંકના લિક્વિડેશન પર, તેના દરેક થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી રૂ. 5 લાખ સુધીનો ડિપોઝિટ વીમો મેળવવા માટે હકદાર બનશે. રિઝર્વ બેંકે કહ્યું કે બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ, લગભગ 99.78 ટકા થાપણદારો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે.
6 ફેબ્રુઆરીએ RBIએ લીધો નિર્ણય :
RBIએ કહ્યું, “જય પ્રકાશ નારાયણ નાગરી સહકારી બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. આવી સ્થિતિમાં, બેંક તેના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરી શકશે નહીં. આરબીઆઈએ 6 ફેબ્રુઆરી, 2024 ના રોજ વ્યવસાય બંધ થવાથી બેંકનું લાઇસન્સ રદ કરતા કહ્યું કે આ બેંકનું બની રહેવું જમાકર્તાઓના હિત માટે નુકશાનકારક છે.
વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા RBIએ રદ કરી છે. આ બેંક ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક છે, પણ કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થવાનો વારો આવ્યો. બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું, જેને કારણે પાંચ બ્રાન્ચને તાળા વાગી ગયા. બેંકના અનગઢ વહીવટના કારણે RBI એ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે.