રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગર્વનર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિ સમીક્ષાને જારી કરી દીધી. તેમણે પ્રમુખ નીતિગત દર રેપો રેટમાં આ વખતે પણ કોઇ રીતનો બદલાવ નથી કર્યો. આ વખતે પણ રેપો રેટને 6.5 ટકા પર જ રાખ્યો છે. રેપો રેટના પાછલા સ્તર પર જ બન્યા રહેવાને કારણે ફાયદો લોન લેનાર ગ્રાહકોને મળશે. આ સતત છઠ્ઠી વખત છે કે રેપો રેટમાં કોઇ બદલાવ નથી થયો. શક્તિકાંત દાસે જણાવ્યુ કે- એમપીસી મીટિંગ દરમિયાન સહમતિથી રેપો રેટમાં કોઇ રીતનો બદલાવ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારી 6.5 ટકા કર્યો હતો. મોદ્રિક નીતિ સમીકિષાની ઘોષણા કરતા કેન્દ્રિય બેંતના ગર્વનરે જણાવ્યુ કે- વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતા વચ્ચે દેશની ઇકોનોમી મજબૂતી બતાવી રહી છે. એક બાજુ ઇકોનોમિક ગ્રોથ વધી રહ્યો છે, તો બીજી બાજુ મોંઘવારીમાં ઘટાડો થઇ રહ્યો છે. મોંઘવારીને કાબૂમાં રાખવા અને ઇકોનોમિક ગ્રોથને રફતાર આપવા માટે રેપો રેટમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો.
આગળ તેમણે કહ્યુ- વૃદ્ધિની ગતિ તેજ થઇ રહી છે અને મોટાભાગે વિશ્લેષકોના અનુમાનથી પણ આગળ નીકળી રહી છે. જે રેટ પર RBI તરફથી બેંકોને લોન આપવામાં આવે છે, તેને રેપો રેટ કહેવાય છે. રેપો રેટ વધવાનો મતલબ એ છે કે બેંકોને RBIથી મોંઘા રેટ પર કર્જ મળશે, આનાથી હોમ લોન સિવાય કાર લોન, પર્સનલ લોન વગેરે વધશે, જેનાથી તમારા EMI પર સીધી અસર પડશે.