ગુજરાતના રવિરાજ પટેલ છે યુક્રેનની અંદર મોતના મુખમાં, આપવીતી જણાવતા કહ્યું…”રશિયન આર્મી ગમે ત્યારે ફાયરિંગ અને એર સ્ટ્રાઇક કરે છે !”

યુક્રેન અને  રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઘણા ભંડારતીય વિધાર્થીઓ યુક્રેનની અંદર ફસાયા છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન ગંગા અંતર્ગત ઘણા બધા વિધાર્થીઓને  વતન પરત પણ લઇ આવવામાં આવ્યા છે. પરંતુ સરકાર માટે પણ સૌથી મોટી મુસીબત એ છે કે હજારોની સંખ્યામાં વિધાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા હતા અને હજુ પણ ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં જ ફસાયેલા છે.

ત્યારે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુક્રેનના સુમીમા રહેતા ગુજરાતના વિધાર્થી રવિરાજ પટેલે પોતાની આપવીતી જણાવી છે, વીડિયોમાં રવિરાજ જણાવી રહ્યો છે કે “મારુ નામ રવિરાજ છે અને હું ગુજરાત વલસાડથી છું. અને હું યુક્રેનની સુમી સ્ટેટ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યો છું. અમારું સ્ટેટ રશિયન બોર્ડરથી 48 કિલોમીટર દૂર છે.”

તે આગળ જણાવે છે કે “અહીંયા દિવસેને દિવસે પરિસ્થિતિ ખુબ જ ખરાબ બનતી જઈ રહી છે, રશિયન આર્મી અહીંયા સ્ટ્રીટ ઉપર આડેધડ ફાયરિંગ કરવાનું શરુ કરી દે છે. ગમે ત્યારે એર સ્ટ્રાઇક પણ થાય છે. ખાસ  કરીને રાત્રે. જયારે રાત્રે એર સ્ટ્રાઇક થવાની હોય ત્યારે અમને બે મિનિટ પહેલા જ બંકરમાં ચાલ્યા જવાનો મેસેજ આવે છે.”

તે  આગળ જણાવે છે કે, “રાત્રે અમારે બંકરમાં રહેવું પડે છે અને બંકરની હાલત ખુબ જ ખરાબ છે. જે દિવસે આ યુદ્ધ શરૂ  થયું હતું તે દિવસે અમે સામાન ખરીદી લીધો હતો, હવે સામાન ખતમ થઇ ગયો છે. અમને ખબર નથી પડતી કે આગળના 3-4 દિવસમાં શું થશે ? ભારત સરકાર શું કરી રહી છે ? અમે ભારત સરકારને વિનંતી વિનંતી કરીએ છીએ કે અમને જલ્દી બહાર કાઢવામાં આવે.”

 

View this post on Instagram

 

A post shared by Valsad_vasi_ (@valsad_vasi_)

તે એમ પણ જણાવી રહ્યો છે કે બોર્ડર અહીંયાથી 1200થી 1500 કિલોમીટર દૂર છે. જે પણ લોકો અહિયાંથી ટ્રાવેલ કરવાનો પ્રયત્ન કરે છે તેના ઉપર રશિયન આર્મી આડેધડ ફાયરિંગ કરે છે. કેટલાક લોકો તેમાં ઘાયલ પણ થયા છે. હું ભારત સરકારને એટલી જ વિનંતી કરું છું કે તે  જલ્દીમાં જલ્દી અહિયાંથી અમારું રેસ્ક્યુ કરે.” આ ઉપરાંત તે વિધાર્થી શેલ્ટરનો પણ નજારો બતાવે છે.

Niraj Patel