રવિન્દ્ર જાડેજાએ રિવાબાની પોસ્ટ પર કરી દીધી એવી કોમેન્ટ કે હવે લોકો કોમેન્ટનો એવો એવો રીપ્લાય આપવા લાગી ગયા કે તમે જ જુઓ…
Ravindra Jadeja’s funny reply to Rivaba’s post : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા તેની રમતને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. હાલ આઇપીએલનો માહોલ જામ્યો છે અને રવિન્દ્ર જાડેજા તેની CSKની ટીમમાં હાલ સામેલ છે. ત્યારે ગઈકાલે ચેન્નાઇનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે હતો અને આ મેચમાં ચેન્નાઇએ ગુજરાતને 63 રને હરાવી જીત મેળવી. રવિન્દ્ર જાડેજાને તેમની પત્ની રીવાબા જાડેજા હંમેશા સપોર્ટ કરે છે અને તે બંને વચ્ચેનો પ્રેમ પણ જગજાહેર છે.
ત્યારે રવિન્દ્ર જાડેજાની જેમ રીવાબા પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને અવાર નવાર પોતાના વીડિયો અને તસવીરો પણ શેર કરતા હોય છે. સાથે જ તેમની ઘણી તસવીરોમાં તે રવિન્દ્ર જાડેજા પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવતા હોય છે. હાલમાં જ રીવાબાએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે રવિન્દ્ર જાડેજાના એક મોટા પોટ્રેટ સામે ઉભા રહીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે, આ દરમિયાન તેમની ટી શર્ટ પર હુકમ લખેલું છે.
ત્યારે આ પોસ્ટ પર પતિ રવિન્દ્ર જાડેજાએ પણ કોમેન્ટ કરી છે. રવિન્દ્ર જાડેજાએ એવી કોમેન્ટ કરી કે ફક્ત તેની કોમેન્ટને જ 9 હજાર કરતા વધુ લોકોએ લાઈક કરી દીધી. રવિન્દ્ર જાડેજાએ ફની અંદાજમાં લખ્યું “મારો હુકમ છે, રૂમ આવી જાઓ જલ્દી…” ત્યારે આ કોમેન્ટને જોઈને લોકો હવે મજાકના મૂડમાં આવી ગયા છે. ઘણા લોકો રવિન્દ્ર જાડેજાની કોમેન્ટમાં રીપ્લાય કરીને હસવાનું ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. રીવાબાએ આ પ્રકારની બે તસવીરો પોસ્ટ કરી છે.
રવિન્દ્ર જાડેજા અને રીવાબા વચ્ચેનો પ્રેમ અવાર નવાર ચાહકોને જોવા મળે છે. આઇપીએલ દરમિયાન રીવાબા ઘણી મેચોમાં રવિન્દ્ર જાડેજાને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પણ પહોંચે છે. ગયા વર્ષે જયારે CSK આઇપીએલની ટ્રોફી જીત્યું ત્યારે પણ રીવાબાની સાદગી લોકોના દિલ જીતી ગઈ હતી. તેઓ સાડી પહેરીને ફાઇનલમાં આવ્યા હતા અને તેમની સાદગી અને સંસ્કારના દેશ અને દુનિયામાં વખાણ પણ થતા જોવા મળ્યા હતા.
View this post on Instagram