આટલો મોટો ક્રિકેટર છતાં જરા પણ અભિમાન નથી સર રવિન્દ્ર જાડેજાને, વિદેશમાં ગુજરાતી ચાહકને ગુજરાતીમાં જ પૂછ્યું, “ટિકિટ બિકીટ છે ?”, જુઓ વીડિયો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના ચાહકો માત્ર ભારતમાં જ નહિ દુનિયાભરમાં છે, હાલ સર જાડેજા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, પરંતુ પહેલી મેચમાં જ ઇજાના કારણે તે બહાર થઇ ગયા હતા. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં રવિન્દ્ર જાડેજાની સાદગીનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સર રવિન્દ્ર જાડેજા તેમની રમત માટે જાણીતા છે, બાપુ મેદાન ઉપર પણ જયારે વિકેટ લે કે શતક બનાવે ત્યારે રજવાડી અંદાજમાં બેટ લહેરાવતા હોય છે અનમે ઘણીવાર એવી મસ્તી પણ કરતા હોય છે કે ચાહકોના દિલ પણ જીતી લેતા હોય છે, પરંતુ હાલ તેમની દિલેરી અને ગુજરાતી ભાષામાં વાત કરવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સર જાડેજા હાથમાં બેટ લઈને મેદાનમાં પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યા છે, તે સીડીઓ ઉતરતા હતા ત્યારે જ સ્ટેન્ડમાં બેઠેલા એક ચાહકે તેમને જય માતાજી કહ્યું અને તરત જ બાપુ પણ તેમની નજીક આવી અને ચાહક સાથે જય માતાજી અને કેમ છો કહીને હાથ મિલાવવા લાગી ગયા.

જેના બાદ તેમને ચાહકને ગુજરાતીમાં જ કાઠિયાવાડી લહેકા સાથે પૂછ્યું “ટિકિટ બિકીટ તો છે ને ?” ત્યારે ચાહક કહે છે કે હા મળી ગઈ એતો. ત્યારે બાપુ ફરી કહે છે કે કાલની ના હોય તો હું આપી દઉં, ત્યારે ચાહક તેમની પાસે છે એમ કહે છે અને બાપુ જય માતાજી અને ફરી મળીએ એમ કહીને મેદાનમાં પ્રેક્ટિસ કરવા માટે ચાલ્યા જાય છે.

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વ્યાલ થઇ રહ્યો છે, અને ચાહકો પણ બાપુની આ સાદગીના વખાણ કરતા થાકતા નથી. વિદેશમાં પણ તેમનો ગુજરાતી લહેકો ચાહકોનું દિલ જીતી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ શકી, પરંતુ રવિન્દ્ર જાડેજાના આ વીડિયોએ લાખો દિલ ચોક્કસ જીતી લીધા છે.

Niraj Patel