“સિંઘમ” અને “નાયક” જેવી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય આપીને ચર્ચામાં આવેલા આ ખ્યાતનામ અભિનેતાનું થયું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

મનોરંજન જગતમાંથી આવ્યા વધુ એક દુઃખદ સમાચાર, દિનેશ ફડનીસ અને જુનિયર મહેમુદ બાદ હવે સિંઘમ ફેમ આ અભિનેતાનું પણ થયું આ કારણે નિધન, જુઓ

Ravindra Berde Passed Away : મનોરાંજન જગતમાંથી કેટલીક દુઃખદ ખબરો સામે આવતી હોય છે, આ ખબરો ચાહકોને પણ હચમચાવી દેતી હોય છે. ત્યારે હાલ એક એવી જ ખબરે ચાહકોના હોશ ઉડાવ્યા છે. ‘સિંઘમ’ અને ‘નાયક’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા લોકપ્રિય અભિનેતા રવિન્દ્ર બર્ડેનું નિધન થયું છે. તેઓ 78 વર્ષના હતા. સીઆઈડી ફેમ દિનેશ ફડનીસ અને જુનિયર મેહમૂદ બાદ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને આ સતત ત્રીજો ઊંડો આંચકો લાગ્યો છે. આ ત્રણેય કલાકારો પણ મરાઠી ફિલ્મ ઉદ્યોગનો અભિન્ન ભાગ હતા.

નાયક અને સિંઘમ ફિલ્મમાં કર્યું છે કામ :

રવિન્દ્ર બર્ડેનું 13 ડિસેમ્બરે અવસાન થયું હતું. તેઓ પીઢ અભિનેતા સ્વર્ગસ્થ લક્ષ્મીકાંત બર્ડેના ભાઈ હતા. મળતી માહિતી મુજબ, રવિન્દ્ર છેલ્લા કેટલાક મહિનાઓથી ગળાના કેન્સરની સારવાર માટે મુંબઈની ટાટા હોસ્પિટલમાં દાખલ હતા. 13 ડિસેમ્બરે સારવાર દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેના કારણે તેમનું મૃત્યુ થયું. રવીન્દ્ર બર્ડે ‘નાયકઃ ધ રિયલ હીરો’માં અનિલ કપૂર સાથે જોવા મળ્યા હતા. જ્યારે તે રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ ફિલ્મમાં પણ લીડ રોલમાં હતા. હિન્દી સિવાય તેમણે ઘણી મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

કેન્સરથી હતા પીડિત :

‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’ અનુસાર, રવિન્દ્ર બર્ડેને બે દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ બુધવારે સવારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. રવિન્દ્ર બેર્ડે તેમના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને એક પૌત્ર છે.

195માં આવ્યો હતો હાર્ટ એટેક :

1995માં એક નાટકના મંચન દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. આ પછી, વર્ષ 2011માં તેઓ કેન્સર જેવા ગંભીર રોગથી પ્રભાવિત થયા, પરંતુ કલા સાથે જોડાઈને, તેમણે આ મુશ્કેલીઓને સરળતાથી પાર કરી. નાટક પ્રત્યેનો તેમનો શોખ એ વાત પરથી સમજી શકાય છે કે કેન્સરથી પીડિત હોવા છતાં તેઓ નાટકો જોવા જતા હતા.

Niraj Patel