12 ધોરણ પાસ એક્ટર રવિ કિશને ભેગી કરી છે 20 કરોડની સંપત્તિ, જુઓ લક્ઝુરિયસ મહેલના PHOTOS
તમે જાણતા જ હશો કે બોલિવુડના કેટલાક સ્ટાર્સ એવા છે જે વધારે ભણેલા નથી પરંતુ તેમણે બધાના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. તેમની સારી એક્ટિંગે બધાના દિલમાં સારી એવી જગ્યા બનાવી છે. આવા જ એક અભિનેતાની આપણે આજે વાત કરવાના છીએ.
બોલિવુડ અભિનેતા રવિ કિશન માત્ર 12 પાસ છે. તેઓ ઓછું ભણેલા હોવા છતાં લાખો લોકોના દિલ પર તેઓ રાજ કરે છે. રવિ કિશનું પૂરૂ નામ રવિ કિશન શુકલા છે. તેમનો જન્મ 17 જુલાઇ 1971ના રોજ થયો હતો. આજે તેઓ અભિનેતા નહિ પરંતુ રાજનેતા પણ બની ચૂક્યા છે.
ભોજપુરી ફિલ્મોથી લઇને રાજનીતિ સુધીનું કરિયર તેમનું દિલચસ્પ રહ્યુ છે. રવિ કિશન તેમના કરિયરમાં જે રીતે આગળ વધ્યા છે અને તેમને પોતાની એક આગવી ઓળખ બનાવી છે તે બધા લોકો નથી કરી શકતા. તમને જણાવી દઇએ કે, વર્ષ 2006માં તેઓ રિયાલિટી શો બિગબોસમાં પણ ભાગ લઇ ચૂક્યા છે.
રવિ કિશન મૂળ યુપીના જોનપુરના રહેવાસી છે. જો કે, તેઓ હવે મુંબઇમાં રહે છે. મુંબઇના ગોરેગાવમાં ગાર્ડન ઇસ્ટેટ એપાર્ટમેન્ટમાં 14માં માળ પર તેમનું ઘર છે તેમણે બે ડુપ્લેક્સને જોડીને એક ઘર બનાવ્યુ છે. જે 8 હજાર સ્કેવર ફિટમાં છે. કયારેક મુંબઇની એક ચાલીમાં 12 લોકો સાથે રહેવા વાળા રવિ કિશનના ઘરમાં 12 બેડરૂમ છે.
આ ઘરમાં ડબલ હાઇટની છતવાળુ ટેરેસ અને એક જીમ સિવાય પણ ઘણું બધુ છે. તેમણે આ ઘરને ખૂબ સુંદર રીતે શણગાર્યુ છે. 2019માં ચૂંટણી સમયે રીપોર્ટ અનુસાર તેમની સંપત્તિ 20 કરોડથી વધુ હતી. તેમની પાસે મર્સિડીસ, બીએમડબ્લ્યુ અને જૈગુઆર જેવી શાનદાર ગાડીઓ છે.
રવિ કિશને તેમની રાજનિતીની શરૂઆત 2014માં લોકસભાની ચૂંડણી દરમિયાન કોંગ્રેસ સાથે કરી હતી. તે આ ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર જૌનપુરથી લડ્યા હતા. જો કે, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને બીજેપીમાં સામેલ થઇ ગયા. પાર્ટીએ તેમને ગોરખપુર ઊભા રાખ્યા અને તેઓ જીતીને સંસદ સુધી પહોંચ્યા હતા.