કોઈ અભિનેત્રી કે મોડલ નહિ પરંતુ સેનામાં ભરતી થઈને અગ્નિવીર બની અભિનેતા રવિ કિશનની દીકરી ઇશિતા, લોકોએ કર્યા વખાણ, જુઓ તસવીરો

સાઉથ અભિનેતા રવિ કિશનની દીકરીએ પિતાનું નામ કર્યું ગર્વથી રોશન, 3 વર્ષથી હતી ભારતીય સેનામાં ભરતી થવાની ઈચ્છા, હવે અગ્નિવીર બનીને સેનામાં થશે સામેલ, જુઓ તસવીરો

Ravi kishan Daughter Joins Army : બૉલીવુડ અને સાઉથના સેલેબ્રિટીઓ હંમેશા તેમના કામને કારણે ચર્ચામાં રહે છે, તેમની સાથે તેમના બાળકો પણ લાઇમ લાઇટમાં છવાયેલા રહે છે અને તેમનું પણ સોશિયલ મીડિયામાં બહુ મોટું ફેન ફોલોઇંગ જોવા મળતું હોય છે. કલાકારોના સંતાનો પણ મોટા થઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ ઝંપલાવતા હોય છે. પરંતુ ઘણા કલાકારો પોતાના સંતાનોને આ ઇન્ડસ્ટ્રીથી દૂર જ રાખે છે.

ભોજપુરી સિનેમામાં ઘણું કામ કરી ચૂકેલા અભિનેતામાંથી રાજનેતા બનેલા રવિ કિશનની દીકરી હાલ ચર્ચામાં છે. ‘બિગ બોસ 1’માં જોવા મળેલ રવિ કિશનની દીકરી ઇશિતા ભારતીય સંરક્ષણ દળમાં જોડાઈ ગઈ છે. ઇશિતાની ઉંમર 21 વર્ષની છે. સાંસદ રવિ કિશને તેની પુત્રી સાથેની સુંદર તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી હતી.

જ્યાં રવિ કિશન રાજકારણમાં સક્રિય છે ત્યાં હવે તેમની પુત્રીએ દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો છે. ઈશિતા શુક્લાએ અગ્નિપથ યોજના દ્વારા સેનામાં જોડાવાનું મન બનાવ્યું. હવે તેની પસંદગી થઈ ગઈ છે. ગયા વર્ષે 2022માં રવિ કિશને દીકરીના આ સપના વિશે જણાવ્યું હતું. દીકરીના યુનિફોર્મની તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘મારી દીકરી ઈશિતા શુક્લાએ મને કહ્યું  હું અગ્નિપથ ભરતી યોજનામાં જોડાવા માંગુ છું. મેં તેને તરત જ કહ્યું જા દીકરા.”

અભિનેતાની દીકરીએ ગણતંત્ર દિવસ 2023ની પરેડમાં ભાગ લીધો હતો. આ અંગે ગર્વ અનુભવતા રવિ કિશને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી તે આ ક્ષેત્રમાં તૈયારી કરી રહી છે. રવિ કિશને વર્ષ 1993માં પ્રીતિ કિશન શુક્લા સાથે લગ્ન કર્યા હતા. તેઓ વ્યવસાયે આંત્રપ્રિન્યોર છે. તેમને એક દીકરો અને ત્રણ દીકરીઓ એમ ચાર બાળકો છે.

તેમના દીકરાનું નામ સક્ષમ છે, ત્યારબાદ ઈશિતા, તનિક્ષા અને રીવા દીકરીઓ છે. જ્યાં ઈશિતાની રુચિ સેનામાં રહી છે ત્યાં તેની બંને બહેનો પણ ખૂબ જ પ્રતિભાશાળી છે. તનિક્ષા એક બિઝનેસ મેનેજર અને રોકાણકાર છે. તો  રીવા શુક્લા તેના પિતા જેવી અભિનેત્રી છે. રીવાએ વર્ષ 2020માં ‘સબ કુશલ મંગલ’થી ડેબ્યૂ કર્યું હતું.

 

Niraj Patel