શિવભક્તિમાં લીન થઇ અભિનેત્રી રવીના ટંડન, દીકરી સાથે શરૂ કરી 12 જ્યોતિર્લિંગની યાત્રા, મા-દીકરી નહિ પણ લાગતી હતી બહેનો.. જુઓ તસવીરો

કેદારનાથથી રામેશ્વર સુધી, રાશા સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળી રવીના ટંડન, શેર કરી તસવીરો

Raveena tandon to complete 12 jyotirlingas : બોલીવુડના ઘણા સિતારાઓ આજકાલ દેવ મંદિરમાં માથું ટેકવવા માટે જતા હોય છે. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવતા હોય છે, જેને જોઈને ચાહકો પણ તનેય પ્રસંશા કરે છે. ત્યારે હાલમાં અભિનેત્રી રવીના ટંડન પણ તેણે પુત્રી રાશા થડાની સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તેની યાત્રા શરૂ કરી છે. અભિનેત્રીએ પહેલા કેદારનાથ અને હવે રામેશ્વરમની મુલાકાત લીધી હતી. રવિનાએ રામેશ્વરમના તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

દીકરી સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા :

49 વર્ષની રવિના ટંડન ભોલેનાથની ભક્તિમાં લીન જોવા મળી હતી. તેણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું વ્રત લીધું છે. તાજેતરમાં, તે પુત્રી રાશા થડાની સાથે રામેશ્વરમ મંદિરની મુલાકાત લીધી હતી અને સમુદ્ર કિનારે ભોલેનાથના દર્શન કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રામેશ્વરમની ઘણી બધી તસવીરો શેર કરી છે. એક તસ્વીરમાં તે પોતાની પુત્રી સાથે મંદિરની સામે પોઝ આપતો જોઈ શકાય છે.

તસવીરો થઇ વાયરલ :

એક તસ્વીરમાં રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે દરિયા કિનારે ભોલેનાથના દર્શન કરતી જોવા મળે છે. આ બંને ભગવાન ભોલેનાથની પૂજા કરતા જોવા મળ્યા હતા. મા-દીકરીએ પણ ઘણા ફોટા ક્લિક કર્યા છે. લીલા બ્લાઉઝ સાથે બેજ રંગની સાડીમાં રવિના ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ગજરા વડે પોતાનો લુક પૂરો કર્યો. આ દરમિયાન રાશા પિંક અને ગોલ્ડન સલવાર સૂટમાં સુંદર લાગી રહી હતી.

કેદારનાથથી રામેશ્વરમ સુધી :

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી વખતે રવિના ટંડને કેપ્શનમાં લખ્યું, “કેદારનાથથી રામેશ્વરમ સુધી… 12 પવિત્ર જ્યોતિર્લિંગને પૂર્ણ કરવાની અમારી યાત્રા ચાલુ છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ શિવ શંભુ. ભૂમિના છેડે જ્યાં રામ. સેતુ શરૂ થાય છે, જય શ્રી રામ. રામ સેતુ, રામેશ્વરમ, ધનુષકોડી, તરતા પથ્થરો.”

શિલ્પાએ કરી કોમેન્ટ :

શિલ્પા શેટ્ટીએ રવિના ટંડનની પોસ્ટ પર કમેન્ટ કરી છે. શિલ્પાએ લખ્યું, “વાહ. આ અદ્ભુત છે. હર હર મહાદેવ.” એક પ્રશંસકે લખ્યું, “હું તમને વેલકમ જંગલમાં જોઈને ઉત્સાહિત છું.” કેટલાક લોકોએ તેમના વખાણ કર્યા. તો મા દીકરીની તસવીરો પર ઘણા લોકોએ એમ પણ કોમેન્ટ કરી છે કે બંને બહેનો જેવા દેખાઈ રહ્યા છે.

અક્ષય સાથે ફિલ્મમાં  જોવા મળશે :

રવીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અક્ષય કુમાર સાથે ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. રવીનાની આગામી વેબ સિરીઝ કકર્મ કોલિંગ 26 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થવાની છે. રવીના બૉલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે જેને ચાહકો આજે પણ ખુબ જ પ્રેમ આપતા જોવા મળે છે.

Niraj Patel