તમે પણ રેલવેમાં સફર કરવા દરમિયાન પ્લેટફોર્મ પરથી કઈ લઈને ખાતા હોય તો સાવધાન ! સ્ટોલનો વીડિયો જોઈને ઉબકો આવી જશે.. જુઓ

રેલવેના ફૂડ સ્ટોલ પર ઉંદરોએ મચાવ્યું ઘમાસાણ, ખાવાની વસ્તુઓ પણ ઢાંકેલી નહોતી, એક વ્યક્તિએ બનાવ્યો વીડિયો અને થઇ ગયો વાયરલ, જુઓ

Rats at IRCTC’s stall : આજના સમયમાં મોટાભાગના લોકો બહારની ખાણીપીણીને વધુ મહત્વ આપતા હોય છે અને જયારે વ્યક્તિ ટ્રાવેલિંગ કરતો હોય છે ત્યારે  તેને બહારની વસ્તુઓ ખાવી પડતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ સામે આવે છે, જેમાં બહારની વસ્તુઓમાં હાઇજીન જરા પણ જળવાતું જોવા નથી મળતું. હાલ એક વીડિયો સામે આવ્યો છે, જે રેલવે પ્લેટફોર્મ પરના એક સ્ટોલનો છે અને તેમાં ઉંદર ફરતા જોઈને લોકોના પણ હોશ ઉડી ગયા છે.

IRCTCના સ્ટોલ પર ઉંદર :

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ફરિયાદ કરી હતી, જેના પછી રેલવેએ જવાબ આપ્યો છે. વાયરલ વીડિયોમાં IRCTCના ફૂડ સ્ટોલ પર ઉંદરો જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ફૂડ સ્ટોલ મધ્યપ્રદેશનો છે. તેનો વીડિયો શેર થયા બાદ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુસાફરે તેને ઇટારસી જંકશન રેલ્વે સ્ટેશન પર બનાવ્યો હતો. જ્યારથી તેને સૌરભ નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું છે, ત્યારથી ફૂટેજના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

વીડિયો થયો વાયરલ :

તેણે પોતાની પોસ્ટમાં IRCTC, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે મંત્રાલયના સત્તાવાર ખાતાઓને ટેગ કર્યા છે. આ 38 સેકન્ડના વીડિયોમાં તમે IRCTCના ફૂડ સ્ટોલ પર ઘણા બધા ઉંદરો જોઈ શકો છો. આ સમયગાળા દરમિયાન અહીંની ખાણીપીણીની વસ્તુઓ પણ ઢાંકેલી નથી. યુઝરે વીડિયો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું કે, ‘IRCTCની ફૂડ ઇન્સ્પેક્શન ડ્યુટી પર ઉંદરો. આ કારણે હું રેલ્વે સ્ટેશનના વિક્રેતાઓ પાસેથી ખાવાનું ટાળું છું.”

રેલવે કરશે કાર્યવાહી :

વીડિયો વાયરલ થયા બાદ મુસાફરોની મદદ માટે બનાવવામાં આવેલી રેલવે સેવાના સત્તાવાર એકાઉન્ટમાંથી જવાબ આપવામાં આવ્યો હતો. રેલવે સેવાએ કહ્યું કે આ મામલો ભોપાલ ડિવિઝનમાં સંબંધિત અધિકારીને મોકલવામાં આવ્યો છે. ભોપાલના ડિવિઝનલ રેલવે મેનેજરે પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. લોકો પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરતા જોવા મળે છે.

Niraj Patel