રાષ્ટ્રગીતનું થયું ઘોર અપમાન? આખો હોલ સન્માનમાં ઉભો થઇ ગયો, પરંતુ કેટલીક મહિલાઓ પોતાની જગ્યાએ જ બેસી રહી, જુઓ વીડિયો

એક ભારતીય હોવાના નાતે આપણી એ મૂળભૂત ફરજ છે કે જ્યારે પણ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, ત્યારે આપણે તેને માન આપવા માટે જ્યાં પણ હોઈએ ત્યાં ઊભા રહીએ છીએ. ઘણીવાર શાળા, કોલેજ, સરકારી વિભાગ, મંત્રાલય સહિત કોઈપણ સરકારી વિભાગમાં જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, ત્યારે આપણે સૌ પોતપોતાની જગ્યાએથી ઉભા થઈને માન આપીએ છીએ.

પરંતુ હવે એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમને પણ ગુસ્સો આવી જશે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કે કેવી રીતે લોકો રાષ્ટ્રગીતને માન આપવા માટે પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા છે. પરંતુ જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો આમાં તમને કેટલીક મહિલાઓ પોતાની જગ્યા ઉપર જ બેઠેલી જોવા મળશે.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો છે, તેઓ અલગ-અલગ રીતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ મહિલાઓએ જે રીતે રાષ્ટ્રગીત દરમિયાન ઉભા થવાની તસ્દી લીધી નથી તે નિંદનીય છે, તેની જેટલી નિંદા કરવી જોઈએ તેટલી ઓછી છે. જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવી છે તે જોવાનું રહેશે.

આ ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી સામે આવે છે. જ્યાં નગર પાલિકાની બેઠકમાં આ મહિલા કોર્પોરેટરે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન વિભાગના મંત્રી સંજીવ બાલિયાન પણ હાજર હતા. સંજીવ બાલિયાન મુઝફ્ફરનગરથી સ્થાનિક સાંસદ છે.

Niraj Patel