સોશિયલ મીડિયામાં આ મા-દીકરીની જોડી મચાવી રહી છે ધૂમ, જોઈને કોઈ ના કહી શકે કે આ મા દીકરી છે, જુઓ તસવીરો

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ મા દીકરીને જોઈને તમે પણ કહેશો કે આ ખોટું છે !!

શ્રીમતી યુનિવર્સ યુરો એશિયાનો ખિતાબ પોતાના નામે કરી ચુકેલી રશ્મિ સચદેવા હાલમાં ખુબ જ ચર્ચામાં છે. તેની પાછળનું કારણ તેની સુંદરતા નહીં પરંતુ તેનું એવરયંગ લુક છે. તે 40 વર્ષની હોવા છતાં પણ પોતાની દીકરીની બહેન જેવી લાગે છે. બંનેને સાથે જોઈને કોઈ અંદાજો પણ ના લગાવી શકે કે આ બંને માં દીકરીઓ છે.

હાલમાં આ બંનેની જોડી સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલી છે. તેમની તસ્વીરોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. ચાલો આજે જાણીએ આ મા દીકરીના જીવન વિશેની કેટલીક વાતો.

રશ્મિ જયારે ફક્ત 19 વર્ષની હતી ત્યારે જ તેના લગ્ન દિલ્હીના ચાર્ટડ એકાઉન્ટટ મનોજ સચેદેવા સાથે નક્કી થઇ ગયા હતા. ત્યારે રશ્મિ ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં હતી.

13 સપ્ટેમ્બર 1955ના રોજ તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો. તેનું નામ આસ્કા રાખવામાં આવ્યું. દીકરીની દેખરેખ રાખવાની સાથે જ રશ્મિએ ગ્રેજ્યુએશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું.

આસ્ક હવે 26 વર્ષની થઇ ચુકી છે અને તેને દિલ્હી યુનિવર્સીટીમાં અંગ્રેજી ઓનર્સનો અભ્યાસ કર્યો છે..

રશ્મિની દીકરી આસ્કાના કહેવા ઉપર જ રશ્મિએ મોડેલિંગમાં પોતાનું કેરિયર બનાવવાની નિર્ણય કર્યો હતો.

રશ્મિએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે મને બાળપણથી જ ફોટો ક્લિક કરાવવાનો શોખ હતો. મેં એક મેગેઝીન માટે મારી તસવીર મોકલી હતી અને તે સિલેક્ટ પણ થઇ ગઈ હતી.

વર્ષ 2015 દિલ્હી શ્રીમતી બ્યુટી પેજેન્ટની સ્પર્ધા થવાની હતી. હેમા રશ્મિની મિત્ર પણ ભાગ લઇ રહી હતી. તે જોઈને રશ્મિની દીકરીએ તેને પણ આ સ્પર્ધામાં ભાગ લેવાનું કહ્યું.

દીકરીના કહેવા ઉપર તેને આ સ્પર્ધામાં ભાગ લીધો અને આ સ્પર્ધામાં તે વિજેતા પણ બની અને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ત્યારબાદ રશ્મિએ મિસેજ શ્રીમતી ઇન્ડિયા ખિતાબ જીત્યો અને શ્રીમતી એશિયા ઇન્ટરનેશનલનું ટાઇટલ પણ પોતાના નામે કર્યું.

રશ્મિ મેડિલિંગની સાથે સાથે સામાજિક કર્યો પણ જોડાયેલી છે.. તે દૃષ્ટિકોણ ફાઉન્ડેશન એનજીઓ સાથે પણ જોડાયેલી છે.

Niraj Patel