12 મે ના રોજ બની રહ્યો છે દુર્લભ સંયોગ, લોકોની કિસ્મત બદલતા વાર નહીં લાગે

આપણા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા પ્રમાણે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે મૂહુર્ત જોવામાં આવે છે. શુભ મૂહુર્તમાં જ કોઈ સારુ કામ કરવામાં આવે છે. શુભ મૂહુર્તની સાથે સાથે કેટલીક તારીખો અને તિથિઓને પણ શુભ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં કેટલીક એવી તિથિ બતાવવામાં આવી છે જે દિવસે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આવા ખાસ દિવસે કરવામાં આવતા દરેક કાર્યમાં લોકોને સફળતા મળે છે. તેથી જ આપણા શાસ્ત્રોમાં આવી ખાસ તિથિઓ અને કેટલીક તારીખોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. તેથી જો આપણે આ તારીખે શાસ્ત્રમાં બતાવવામાં આવેલી વિધિ પ્રમાણે જો પૂજા  અને વ્રત રાખીશું તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ એ કઈ તારીખ છે જે દિવસે કાર્ય કરવાથી મૂહુર્ત જોવાની જરૂર પડતી નથી.

આ વખતે 12 મે ના રોજ મોહિની એકાદશી છે. આ સાથે કેટલાક વિશેષ યોગ પણ આજે બની રહ્યા છે. 12 મેના રોજ ત્રણ પ્રમુખ ગ્રહ પણ પોત પોતાની રાશિમાં રહેશે. સાથે જ શુભ હર્ષણ યોગ પણ બની રહ્યો છે. 12 મેના રોજ ચંદ્ર સ્વરાશિ કન્યામાં રહેશે. જ્યોતિષીઓના મતે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે.

હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત રાખનારી વ્યક્તિએ વિધિ વિધાન સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ વ્રત કરનાર વ્યક્તિને વર્ષોની તપસ્યાનું ફળ મળે છે. એકાદશીના દિવસે વ્રત કરનારે એકવાર દશમના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ. એકાદશીના દિવસે સૂર્યોદયકાળમાં સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લઈને ષોડષોપચાર સહિત શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

12 મેના રોજ તુલસીની સામે ઘી નો દીવો કરો. પીપળના ઝાડને ઝળ અર્પણ કરો. પીળા ફળ, વસ્ત્ર અને ફુલ મંદિરમાં જઈને ભગવાનને અર્પણ કરો. ત્યાર બાદ ખીરમાં તુલસીના પાન નાખીને માં લક્ષ્મીને તેનો ભોગ ધરો અને ભગવાન વિષ્ણુનું ગંગાજળ અને કેસર દૂધથી અભિષેક કરો.

YC