...
   

વડોદરા : વડતાલના જગતપાવન સ્વામી દુષ્કર્મનો કેસ નોંધાતા જ થયા અંડર ગ્રાઉન્ડ, ગીફ્ટ વિશે મોટો ખુલાસો

વડોદરા : વડતાલના જગતપાવન સ્વામી દુષ્કર્મનો કેસ નોંધાતા જ થયા અંડર ગ્રાઉન્ડ, ગીફ્ટ વિશે મોટો ખુલાસો

હાલમાં એક સ્વામી ઘણા ચર્ચામાં છે, જેમની સામે દુષ્કર્મની ફરિયાદ એક યુવતિએ નોંધાવી છે. આ મામલે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. જગતપાવન સ્વામી 2 વર્ષ પહેલા જ વડોદરા છોડી વડતાલ જતા રહ્યા હતા. સ્વામી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે હાલ પોલીસે ફરાર આરોપી જગતપાવન સ્વામીની શોધખોળ હાથ ધરી છે અને આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોઈ લુકઆઉટ નોટીસ પણ જારી કરાઇ છે.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે પીડિતા સગીર અવસ્થામાં એટલે કે 14 વર્ષની હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિત યુવતિ જ્યારે 14 વર્ષની હતી એટલે કે સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2016માં 14 વર્ષિય સગીરા સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઇ હતી.

જગતપવન સ્વામી સગીરાના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપાવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડીતાએ જણાવ્યું છે.આ ઉપરાંત પીડિતા સાથે ફોન પર સ્વામી અભદ્ર વાતો કરતા હોવાનું પણ સામે આવ્યુ છે. પીડિતાએ કહ્યુ- એચ પી સ્વામી, કેપી સ્વામીએ પણ આ મામલે મદદ કરી હતી. સગીર પીડિતા કોઠારી સ્વામી જગતપાવનદાસે પિતાનો ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને 10 સપ્ટેમ્બર 2016ના રોજ બોલાવી અને મંદિરની નીચેના રૂમમાં લઈ ગયા.

આરોપ છે કે આ પછી રૂમ બંધ કરી જબરદસ્તીથી તેના કપડાં કઢાવ્યા અને દુષ્કર્મ ગુજાર્યું. આ ઉપરાંત ધમકી આપી કે જો કોઈને કહીશ તો પરિવારને ખતમ કરી નાખીશ.આ પછી એવી પણ ધમકી આપી કે જો હું કહું એમ નહિ કરે તો હું આત્મહત્યા કરી લઇશ. સ્વામી દ્વારા સ્વામીના વ્હોટ્સએપ ગ્રૂપમાં વીડિયો કોલ કરાવવાનો અને ફોટો આપી બીભત્સ વાતો કરાવી હોવાનો આક્ષેપ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે. હાલમાં પીડિતા 23 વર્ષની છે અને તેણે વાડી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

Shah Jina