સૂટ-બૂટમાં આ હેન્ડસમ અભિનેતા એરપોર્ટ જોવા મળ્યો, કરોડોની લક્ઝુરિયસ કાર જાતે ડ્રાઈવ કરીને ગયો, જુઓ વીડિયો

ગ્રે સૂટ-બૂટમાં આ હેન્ડસમ અભિનેતા એરપોર્ટ જોવા મળ્યો, કરોડો રૂપિયાની મોંઘીદાટ ગાડી જાતે ડ્રાઈવ કરીને ગયો, જુઓ

રણવીર સિંહ તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે જાણીતો છે. હાલમાં જ રણવીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ વખતે તેનો લુક જરા અલગ હતો. આ વખતે રણવીર અસામાન્ય સ્ટાઈલમાં નહીં પણ ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો. વીડિયોમાં રણવીર ગ્રે સૂટમાં જોવા મળી રહ્યો છે અને તેણે ફેસ માસ્ક પણ પહેર્યુ છે, આ દરમિયાન તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ વીડિયો સામે આવતા જ ફેન્સ તેના લુકના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ હાલમાં તેની પત્ની

અને અભિનેત્રી દીપિકા સાથે સંબંધમાં તિરાડ આવવાની અફવાને લઇને ઘણો ચર્ચામાં છે. દીપિકા અને રણવીરને બોલિવૂડનું પાવર કપલ કહેવામાં આવે છે. પરંતુ ભૂતકાળના અહેવાલો છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી. એવા પણ સમાચાર છે કે બંને અલગ થઈ શકે છે. થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણે સીધું નહીં પરંતુ તેના જવાબમાં રણવીર માટે કંઈક એવું કહ્યું હતું કે છૂટાછેડાના સમાચાર માત્ર અફવા સાબિત થયા હતા.

ડચેસ ઑફ સક્સેસ મેઘન માર્કલના પોડકાસ્ટમાં રણવીર અને પોતાના વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું- ‘મારા પતિ એક મ્યુઝિક ફેસ્ટિવલમાં હતા અને હવે તેઓ પાછા આવ્યા છે. તેથી તેઓ મારો ચહેરો જોઈને ખુશ થશે. દીપિકાનું આ નિવેદન ખૂબ જ વાયરલ થયું અને છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું. આ ઉપરાંત દીપિકા પાદુકોણે રણવીર સિંહના લાઈવ સેશનમાં કોમેન્ટ કરી હતી કે, એક એપેટાઇટને કામ કરતા જોઇ રહી છું…

આ સાથે તેણે એક ઈમોજી પણ શેર કર્યું હતુ. રણવીરના લાઈવ સેશનમાં દીપિકા દ્વારા કરવામાં આવેલી આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ હતી. રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે લીડ રોલમાં છે. આ સિવાય તે આલિયા ભટ્ટ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina