સુહાગરાત પર કેવી હતી રણવીર સિંહની હાલત, ખુલ્લેઆમ જાહેર કરી દીધુ પહેલી સુહાગરાતનું રહસ્ય

ગર્ભવતી આલિયા ભટ્ટ સામે જ રણવીર સિંહે કર્યો દીપિકા પાદુકોણ સાથે સુહાગરાતનો ખુલાસો, દીપિકાની આવી હાલત કરી નાખી રાત્રે

રણવીર સિંહ અને આલિયા ભટ્ટે ‘કોફી વિથ કરણ 7’ના પહેલા એપિસોડમાં ધમાલ મચાવી દીધી હતી. આપણે બધા જાણીએ છીએ કે રણવીર તેની વિનોદી શૈલી માટે જાણીતો છે. કરણ જોહરના શોમાં પણ રણવીર સિંહે તેની અંગત લાઇફને લગતા ઘણા ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. રણવીર સિંહ પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરવામાં શરમાતો નથી અને તેણે તેના બેડરૂમના ઘણા રહસ્યો પણ કોફી વિથ કરણ 7ના પહેલા એપિસોડમાં જાહેર કર્યા હતા. રણવીર આ દરમિયાન આલિયા ભટ્ટ સાથે આવ્યો હતો.

આલિયા અને રણવીરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની આવી રહી છે. આ પહેલા પણ બંનેની જોડી ગલી બોયમાં સાથે જોવા મળી ચૂકી છે. કોફી વિથ કરણની વાત કરીએ તો, આ શોમાં રણવીરે સ્વીકાર્યું હતુ કે તેણે પત્ની દીપિકા પાદુકોણ સાથે સુહાગરાત સેલિબ્રેટ કરી હતી. બિન્ગો ગેમ સેશન દરમિયાન, રણવીરે ખુલાસો કર્યો કે તેણે તેમના લગ્નની રાત્રે સંબંધો બાંધ્યા હતા. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેની પાસે અલગ-અલગ પ્લેલિસ્ટ પણ છે.

જ્યારે હોસ્ટ કરણ જોહરે તેને પૂછ્યું કે ‘શું તે લગ્નની વિધિઓ પછી થાકી ગયો હતો?’ તો અભિનેતાએ જવાબમાં માથું હલાવ્યું અને કહ્યું, ‘ના, હું બહુ વ્યસ્ત હતો.’ રણવીરનો જવાબ સાંભળીને આલિયા ભટ્ટ અને કરણ જોહર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રણવીર સિંહે ‘કોફી વિથ કરણ’માં એ પણ જણાવ્યું કે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા પછી તેના કપડા કેવી રીતે બદલાઈ ગયા. તેણે મજાકમાં કહ્યું કે તેની સાસુ શરૂઆતમાં તેના તમામ કપડાં ફેંકી દેતી હતી.

અભિનેતાએ કહ્યું- ‘હવે અમે 10 વર્ષથી સાથે છીએ. શરૂઆતમાં મારા કપડા ફેંકી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રણવીરે શો દરમિયાન હ્રતિક રોશન, કાર્તિક આર્યન અને વરુણ ધવનની નકલ કરીને ખૂબ એન્ટરટેઈન કર્યું હતું. રણવીરે રેપિડ ફાયર રાઉન્ડમાં તેના જવાબોથી હેમ્પર પણ જીત્યુ હતું. આલિયા અને રણવીર આ દરમિયાન ઘણા મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

Shah Jina