વાયરલ

હવે ડાંસ શીખી રહી છે રાનુ મંડલ, મહેબૂબા-મહેબૂબા ગીત ગાયુ તો લોકો બોલ્યા- કાનમાંથી લોહી નીકળવા લાગ્યુ- જુઓ વીડિયો

કમર મટકાવી રાનુ મંડલે કર્યો એવો ડાંસ કે, લોકો બોલ્યા- હે ભગવાન મને આંધળો બનાવી દે

ચાર દિવસની ચાંદની પછી, રાનુ મંડલનું જીવન ભલે અંધકારમય બની ગયુ હોય, પરંતુ તે ક્યારેય લાઇમલાઇટમાં રહેવાની તક ગુમાવતી નથી. રાનુ કયારેક કોઈ ગીત ગાઇને તો ક્યારેક રીલ બનાવીને ચર્ચામાં રહે છે.ભલે આ દિવસોમાં રાનુ મંડલ લાઈમલાઈટથી દૂર છે, પરંતુ ઈન્ટરનેટ પર રાનુના ઘણા વીડિયો વાયરલ થાય છે. આ દરમિયાન હવે ફરી એકવાર રાનુ મંડલ ચર્ચામાં આવી છે. તાજેતરમાં રાનુ મંડલ હિમેશ રેશમિયાનું ગીત મહેબૂબા-મહેબૂબા ગાતી જોવા મળી હતી. આટલું જ નહીં રાનુ મંડલ પણ આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે. તેનો આ ડાન્સ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સ આના પર કમેન્ટ કરી રહ્યા છે, જો કે કેટલાક યુઝર્સ રાનૂને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં રાનુ મંડલ એક છોકરી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી રાનુને ડાન્સ સ્ટેપ શીખવી રહી છે. આ સાથે તે મહેબૂબા-મહેબૂબા ગીત પણ ગાઇ રહી છે. જો કે, યુઝર્સ તેના ગીતને પસંદ નથી કરી રહ્યા. એક યુઝરે લખ્યું કે, ‘હવે કોઈને તેને જોવી કે સાંભળવી પસંદ નથી.’

એકે લખ્યું છે – અરે ભાઈ, મેં શું જોયું છે, મને મારી નાખો. ત્યાં, એકે લખ્યું – ઓછામાં ઓછું ગીત બરાબર યાદ રાખો, કાનમાંથી લોહી નીકળ્યું…રાનુ મંડલનો ડાન્સ જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે, રાનુ મંડલ રેલ્વે સ્ટેશન પર ગીતો ગાઈને કમાણી કરતી હતી. અચાનક તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને તે રાતોરાત સ્ટાર બની ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Touhida Onay (@tauhida_onay)

તેણે ઘણા ટીવી શોમાં ભાગ લીધો અને હિમેશ રિશમિયા સાથે ગીત પણ રેકોર્ડ કર્યું. જો કે, થોડા સમય પછી તેના વર્તનમાં બદલાવ આવ્યો, જેના કારણે લોકો તેને રાતોરાત ભૂલી ગયા.

આ ઉપરાંત આ છોકરીએ ફેસબુક પેજ પર રાનુ મંડલ સાથેના ઘણા વીડિયો શેર કર્યા છે. જેમાં એક એ વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં આ છોકરી રાનુ મંડલને જીંદગી ઔર કુછ ભી નહિ તેરી મેરી કહાની હે ગીત ગાવાનું કહી રહી છે. આ દરમિયાન બંને ગીત ગાતા જોવા મળી રહ્યા છે.