મોરબીની લેડી ડોન ‘રાણીબા’, પગાર માગ્યો તો યુવકને પગરખુ ચટાડ્યુ અને માર પણ માર્યો

લાખોની ગાડીમાં ફરે છે પોતાને લેડી ડોન ગણાવતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, પગાર માગતા યુવકને માર્યો ઢોર માર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

મોરબીમાં લેડી ડોન તરીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ હાલમાં ચર્ચમાં છે. રાણીબા પાસે એક યુવકે પગાર માગતા તેણે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કર્યો. જો કે, તેને ઢોર માર મારતા પીડિત યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેણે આ મામલે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ પણ નોધાવી છે.

મોરબીની લેડી ડોન રાણીબા ઉર્ફે વિભૂતી પટેલ

વિભૂતિ પટેલ કે જે પોતાને લેડી ડોન ગણાવે છે, તે મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. પોલીસે વિભૂતિ પટેલ સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુનો નોંધ્યો છે. જો કે, પોતાના વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ રાણીબા ભૂગર્ભમાં ઉતરી ગઇ છે.

મોરબી એ ડિવિઝનમાં નોંધાઇ ફરિયાદ

લેડી ડોનના વહેમમાં ફરતી વિભુતી પટેલ આ પહેલી પણ ચર્ચામાં આવી ચૂકી છે. તે તેના સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો અપલોડ કરે છે, જેમાં તેનો લેડી ડોન જેવો અંદાજ જોવા મળે છે. મોરબી એ ડિવિઝનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, નિલેશ દલસાણીયા 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. તે બાદ તેને 18 ઓક્ટોબરે નોકરીએ આવવાની ના પાડી દીધી.

પગાર માગતા યુવકને માર્યો ઢોર માર

જો કે, પગાર 5 તારીખને બદલે 6 તારીખે પણ ન આવતા તેણે આરોપીઓને ફોન કર્યો હતો અને પગાર માગ્યો હતો. આ દરમિયાન તેને ઓફિસે આવવાનું જણાવાતા તે પાડોશી સાથે ઓફિસ ગયો. આ દરમિયાન તેની સાથે આવેલને લાફા મારી ભગાડી દેવામાં આવ્યો જયારે પિડિતને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશે વાળ પકડીને મોઢા પર ફડાકા માર્યા અને પછી તેને ઓફિસની છત પર લઈ ગયા.

મોઢામાં ચંપલ મૂકાવડાવી બનાવ્યો વીડિયો

ત્યાં વિભૂતિ પટેલ સહિતના સાગરીતો દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો અને આ ઉપરાંત પીડિતના મોઢામાં વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ લેવડાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો. એટલું જ નહિ, આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વીડિયો ઉતાર્યો અને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina