આ બોલ્ડ હિરોઈન સાથે રણબીર કપૂરે શર્ટ ખોલીને કરાવ્યુ હોટ ફોટોશૂટ, યુઝર્સ બોલ્યા- ભાઇ આલિયા ભાભીથી માર પડશે

રણબીર કપૂર અને વાણી કપૂર જલ્દી જ ફિલ્મ શમશેરામાં નજર આવવાના છે. આ ફિલ્મનું ટ્રેલર જ્યારથી ચાહકો સામે આવ્યુ છે, ત્યારથી લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે રણબીર કપૂર આટલા જબરદસ્ત એક્શન રોલમાં જોવા મળશે. બીજી તરફ કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત શમશેરામાં રણબીર કપૂર અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. યશ રાજના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ખૂબ જ શાનદાર હશે અને લાંબા સમય બાદ રણબીર કપૂર બ્લોકબસ્ટરનો ભાગ બનશે. જો કે આ ફિલ્મ પહેલા રણબીર કપૂર તેની અભિનેત્રી વાણી કપૂર સાથેના એક શાનદાર ફોટોશૂટને કારણે ચર્ચામાં છે જેમાં રણબીર કપૂર અને વાણી કપૂર એકદમ બોલ્ડ દેખાઈ રહ્યા છે. આ એક એવું આકર્ષક હોટ ફોટોશૂટ છે કે તે સામે આવતા જ બંને હેડલાઈન્સમાં આવી ગયા છે. રણબીર અને વાણીની આ લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ફોટોશૂટમાં રણબીર અને વાણી એકદમ બોલ્ડ લુકમાં પોઝ આપી રહ્યાં છે. બંનેએ પોતાના લુકથી તબાહી મચાવી દીધી છે. તસ્વીરોમાં વાણીએ બ્લેક મોનોકોની સ્ટાઈલ ડ્રેસ પહેર્યો છે અને તેના પર નેટ વર્ક છે. જયારે રણબીર કપૂરે મરૂન જેકેટ અને પેન્ટ પહેર્યું છે. તેણે આ જેકેટની અંદર શર્ટ પહેર્યો ન હતો અને જેકેટના બટન પણ ખુલ્લા રાખ્યા હતા. રણબીર અને વાણીનો દેખાવ કામુક જોવા મળી રહ્યો છે. આ તસવીરો યશ રાજ બેનરના ઓફિશિયલ પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.

અભિનેત્રીએ મેકઅપ, ઓપન હેરસ્ટાઈલ અને હેંગિંગ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.આ ફોટોઝમાં રણબીર-વાણી એકદમ કોઝી લાગી રહ્યા છે. આ તસવીરોમાં રણબીર અને વાણી વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ ગજબ જોવા મળી રહી છે.આ તસવીરોમાં રણબીર કપૂર સિક્સ-પેક એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે.રણબીરનું આ ફોટોશૂટ ઐશ્વર્યા રાય સાથેના ફોટોશૂટની યાદ અપાવે છે જ્યારે તેણે ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ કરી હતી. રણવીર-વાણીના આ ફોટોશૂટ પર ફેન્સની જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

એક યુઝરે લખ્યું – ‘ઓહ માય મેન, વેરી હોટ.’ એકે કહ્યું, પત્ની સિવાય બીજાને લાઈનો મારી રહ્યો છે.’ એક યુઝરે લખ્યું, ‘ભાઈ, તને આલિયાને મારશે, શું કરી રહ્યો છે.’ તમને જણાવી દઈએ કે ‘શમશેરા’માં રણબીરના પાત્રનું નામ બાલી છે જ્યારે વાણીનું નામ સોના છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં 22 જુલાઈએ રિલીઝ થશે. જણાવી દઇએ કે, રણબીર કપૂર અને વાણી કપૂર ફિલ્મ શમશેરામાં પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે.

શમશેરા ફિલ્મમાં વાણી કપૂર ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના તેના લુકે ચાહકોને દિવાના બનાવી દીધા છે.શમશેરાની વાત કરીએ તો આ ફિલ્મ 1800ના દાયકાના અંત ભાગમાં આધારિત છે. જેમાં રણબીર પિતા-પુત્રના ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. તે એક ડાકુના રૂપમાં જોવા મળે છે, જે અંગ્રેજોથી પોતાના અધિકારો અને આઝાદી માટે લડતો જોવા મળશે.

Shah Jina