મનોરંજન

સુપરસ્ટાર રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયાનો ‘હાથ’, વાત કરતી વખતે થઇ ગયો ભાવુક-જલ્દી જ જોડાઈ જશે લગ્નગ્રંથીથી

બૉલીવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેના રિલેશનને લઈને ચર્ચમાં છે. બન્નેના જલ્દી જ લગ્ન થશે તેવી ખબરો સામે આવી છે. ત્યારે લોકોને આલિયા અને રણબીરના લગ્નને લઈને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એક ખબર મુજબ બન્ને જલ્દી જ લગ્નગ્રંથિથી જોડાઈ જશે.

 

View this post on Instagram

 

Berry funny 🍓😋🙃

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

હાલમાં જ સામે ખબર આવી છે કે, રણબીર કપૂર આલિયા ભટ્ટના પિતા અને ફિલ્મ મેકર મહેશ ભટ્ટ પાસે આલિયાનો હાથ માંગવા માટે ગયો હતો. અટકળો લગાવવામાં આવી છે કે, જલ્દી જ રણબીર અને આલિયાના લગ્નનું કાર્ડ સામે આવશે.

 

View this post on Instagram

 

🤷‍♀️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

રિપોર્ટ અનુસાર, રણબીર-મહેશ ભટ્ટની આ મુલાકાત લગ્ન તરફની એક કદમ છે. રણવીરે જયારે મહેશ ભટ્ટ સામે આલિયાનો હાથ માંગ્યો ત્યારે તે ભાવુક થઇ જતા આંખમાં આંસુ આવી ગયા હતા. કહેવામાં તો આવી રહ્યું છે કે, આ કપલ 2020માં લગ્નગ્રંથીથી જોડાય શકે છે.

 

View this post on Instagram

 

Goals 👫 #AliaBhatt #RanbirKapoor

A post shared by Alia Bhatt (@aliaabhatt.x) on

આ પહેલા પણ ઘણીવાર રણબીર અને આલિયાના લગ્નની ખબરો આવતી રહે છે, ત્યારબાદ તે છેલ્લે અફવા સાબિત થાય છે.

મહેશ ભટ્ટએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે,બન્ને એક બીજાને પ્રેમ કરે છે. તમારે પણ આ વાત સમજતા માટે કોઈ તકલીફ ના લેવી જોઈએ. મને પણ રણબીર કપૂર પસંદ છે. તે બહુજ સારો માણસ છે. હૅવ આ સંબંધને કેવી રીતે આગળ વધારવો તે માટે વિચારવા અને તેનો રસ્તો કાઢવાની જરૂર છે. હું આ બાબતે અનુમાન લગાડવા વાળો કોઈ નથી. આ બધું ક્યારે થશે અને કેવી રીતે તેના સંબંધને આગળ લઇ જશે. તે તેની મરજીથી થશે.

હાલ તો રણબીર અને આલિયા તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને વ્યસ્ત છે. પહેલી એવી ફિલ્મ છે, જેમાં બન્ને એક સાથે નજરે આવશે. આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે ઉનાળાના સમયમાં રિલીઝ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks