રંભા ત્રીજ વ્રત 2021 તારીખ : આ દિવસે મનાવવામાં આવશે રંભા ત્રીજ, પરણિત મહિલાઓ આ શુભ મુહૂર્ત પર કરો પૂજા

જેઠ મહિનાની શુક્લ પક્ષની ત્રીજે રંભા ત્રીજ વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 13 જૂન 2021ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે પરણિત મહિલાઓ સોળ શણગાર કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ માટે આ દિવસે વ્રત રાખે છે.

રંભા ત્રીજ વ્રત કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે. પતિની ઉંમર વધે છે. સંતાન સુખ મળે છે. આ દિવસે વ્રત રાખવાથી અને દાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કરનાર મહિલાઓ નીરોગી રહે છે. તેમની ઉંમર અને સુંદરતા બંને વધે છે. જે ઘરમાં વ્રત કરવામાં આવે છે, ત્યાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે.

પૌરાણિક શાસ્ત્રો અનુસાર રંભા એક અપ્સરા છે, જેની ઉત્પત્તિ સમુદ્ર મંથનથી થઇ હતી. રંભાને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે સુંદર યૌવનની પ્રાપ્તિ કરવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે.

શુભ મુહૂર્ત

તૃતીય તિથિનો આરંભ : 12 જૂન, શનિવારે રાત્રે 20:19 મિનિટ

તૃતીય તિથિનું સમાપન : 13 જૂન રવિવારે રાત્રે 21:42 મિનિટ

વિધિ

સૂર્યોદય પહેલા ઉઠીને નિત્યક્રમ બાદ સ્નાન કરવુ, તે બાદ પૂજા સ્થળ પર પૂર્વ દિશામાં મોં કરી પૂજા માટે બેસવુ. હવે સ્વચ્છ આસન લેવુ અને તેના પર ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવી. તે આસપાસ પૂજામાં પાંચ દીપક લગાવવા. પહેલા ગણેશજીની પૂજા કરવી અને તે બાદ 5 દીપકની પૂજા કરવી. તે બાદ ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવી.

પૂજામાં માતા પાર્વતીને કંકુ, ચંદન, હલ્દી, મહેંદી, લાલ ફૂલ, અક્ષત અને અન્ય પૂજા સામગ્રી ચઢાવી. ભગવાન શિવ ગણેશ અને અગ્નિદેવને અબીર, ગુલાલ, ચંદન અને અન્ય સામગ્રી ચઢાવવી.

Shah Jina