આજે કરોડો રૂપિયાની કમાણી કરનારા કલાકારો સામે એ સમયે રામાયણમાં અભિનય કરવા માટે કલાકારોને કેટલી મળતી હતી ફી ? જાણીને હેરાન રહી જશો

“રામાયણ” લોકડાઉનમાં ફરી પ્રસારિત થયું અને એક નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો, આ સાથે જ રામાયણના પાત્રો પણ દર્શકો સામે ખડા થઇ ગયા. પરંતુ આજે એક દુઃખદ સમાચાર પણ આવ્યા, રામાયણમાં રાવણનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું.

રામાનંદ સાગર દ્વારા 1987માં બનાવવામાં આવેલી આ ટેલિવિઝન સીરિઝ ઇતિહાસ-સર્જક બની ગઈ છે. દૂરદર્શન ચેનલ લોકડાઉનમાં રામાયણના પ્રસારણ સમયે બધી પ્રાઇવેટ ચેનલોને પાછળ છોડીને ટીઆરપીમાં પ્રથમ ક્રમાંકે આવી ગઈ હતી એની પાછળ રામાયણનો જ હાથ છે.

રામાયણની ખ્યાતિ એટલી પ્રસરી છે કે, લોકો રામાયણમાં પાત્ર-અભિનય કરનાર કલાકારોને જ સાચા પૌરાણિક પાત્રો માની બેઠાં છે ! રામનો રોલ ભજવનાર અરૂણ ગોવિલ, સીતાજીનો વેશ ધારણ કરનાર દીપિકા ચિખલીયા અને લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરીને લોકો ભગવાનની જેમ પૂજે છે! – લોકપ્રિયતાનું આનાથી વધારે ઉત્તમ ઉદાહરણ બીજું હોઈ શકે નહી.

રામાયણના કલાકારોની ફી શું હતી?:
‘રામાયણ’માં અભિનય કરનાર દરેક કલાકારના ચાહકને એક પ્રશ્ન હોવાનો કે, એ વખતે આ લોકોને આવો અદ્ભુત અભિનય કરવાના કેટલા પૈસા મળ્યા હશે? એકેએક પાત્રને સાંગોપાંગ ઉતારી જનાર આ કલાકારોનું મહેનતાણું શું હશે? એક પ્રતિષ્ઠિત ન્યૂઝ માધ્યમ સાથે વાત કરતા રામાયણના લક્ષ્મણ(સુનીલ લહરી)એ આ વાતનો જવાબ આડકતરી રીતે આપ્યો છે.

સુનીલ લહરીના કહેવા પ્રમાણે, એ વખતે અભિનયના બહુ ઓછા રૂપિયા મળતા હતા. આજની જેમ નહોતું. વધારામાં તેમણે એમ પણ કહ્યું કે, એ જમાનામાં આજની જેમ પારાવાર ખર્ચાઓ પણ નહોતા. આજે લોકો લાઇફ સેટ કરવા માટે પ્રિ-પ્લાનીંગ કરે છે એવું એ વખતે કંઈ નહોતું.

ત્યારે અને અત્યારે આટલો ફરક છે:
સુનીલ લહેરી જણાવે છે, કે અત્યારના સમયમાં કોઈ કલાકાર એકાદ શો કરીને પોતાનું ઘર બનાવી શકે છે. એ વખતે આખી રામાયણ પૂરી કર્યા બાદ અમે આવું વિચારી પણ નહોતા શકતા! – આ વાત જણાવે છે કે, ત્યારે કલાકારોની ફી શું હતી! જો કે, ઓછી ફીમાં પણ ઉત્કૃષ્ટ દરજ્જાનો જે અભિનય તેમણે કર્યો છે એ કાબીલેદાદ છે.

રામાયણની લોકપ્રિયતા આજે એટલી બધી વધી ગઈ છે, કે લોકોને કલાકારોની પડદા પાછળની જિંદગી જાણવાનો પણ રસ જાગ્યો છે. આજકાલ ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં રામાયણ સીરિયલને લગતી અનેક વાતો સામે આવી રહી છે, જે લોકોને ભારે આકર્ષક પણ લાગે છે.

Niraj Patel