“મને ટ્યુશનમાં ના આવડે” એવા વીડિયો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયેલા બાળક વિશે જાણીને તમારા પણ હોશ ઉડી જશે

સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો તો એવા પણ હોય છે જે વારંવાર જોવાનું મન થયા. ખાસ કરીને નાના બાળકોના વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ એક નાના બાળકનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો, જેમાં તે “ટ્યુશનમાં ના આવડે”  એવું કહેતા સંભળાયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ બાળક વિશે જાણવા માટે યુઝર્સ પણ ઉત્સાહિત હતા. ત્યારે હવે તેના વિશેની હકીકત સામે આવી છે. આ વીડિયોમાં જોવા મળી રહેલો બાળક સુરતનો છે. આ બાળકનું નામ રામ છે અને તે આઠ મહિનાની ઉંમરથી ચાલતા પહેલા બોલતાં શીખી ગયો હતો સાથે જ તેની મીઠી વાણીના કારણે પરિવાર સહીત અન્ય લોકોને પણ આકર્ષિત કરી દે છે.

કોસમાડા ગામમાં રહેતા આ બાળકનું નામ રામ નિરવભાઈ કેવડીયા છે. રામના પિતા નિરવભાઈ કેવડીયાએ લોકલ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી.”

તેમને આગળ જણાવ્યું કે, “પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં મોકલ્યો હતો. પરંતુ તેની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું. રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડતી હતી.”

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે.

દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રામના દાદા વિઠ્ઠલભાઈએ લોકલ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, “રામ મારી પાસે બહુ રહે છે. મારો લાડકો છે. વાર્તા સાંભળવાનો બહુ શોખીન છે. સવાલો બહુ કરે છે. અમે તેના સવાલોના જવાબ આપતા થાકી જઈએ એટલું પૂછે છે. જેવો જવાબ આપીએ કે તેને તે તરત જ યાદ રહી જાય છે. તેની યાદ શક્તિ પણ બહુ સારી છે. ચોખ્ખું બોલે છે. અમે તેને કહેતા નથી પરંતુ એ તેની જાતે જ શબ્દોની સારી રીતે ગોઠવણ કરી લેતો હોય છે. અમે ન કહ્યું હોય કે ન શીખવ્યું હોય તેવું પણ બોલતો હોય છે કે પૂછતો હોય છે. કહેવા કરતાં એ જોઈને અનુસરણ વધુ કરે છે.”

Niraj Patel