અયોધ્યા રામ મંદિરમાં પહેલા જ દિવસે મચી અફરાતફરી, લોકોએ લાઠીઓ ખાધી, જુઓ

22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કર્યો હતો. આ ભવ્ય સમારંભમાં પ્રતિષ્ઠિત મહેમાનો પણ આવ્યા હતા. સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું. 22 જાન્યુઆરીની મધરાતથી લોકો રામ મંદિરની બહાર એકઠા થઇ ગયા હતા. કડકડતી ઠંડીમાં અન્ય રાજ્યો અને શહેરોમાંથી આવતા લોકોનો ઉત્સાહ જોતા બની રહ્યો હતો. ભક્તો માથે સામાન લઈને ફરતા જોવા મળ્યા હતા. ભીડનું દબાણ એટલું વધી ગયું કે મહિલાઓ વ્યથિત દેખાઈ. વૃદ્ધ મહિલાઓને કતારમાં ઉભા રહેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જણાવી દઇએ કે, પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા જ દિવસે 3 લાખથી વધુ લોકોએ રામલલાના દર્શન કર્યાં હતા. ભીડનો લાભ લઈને ઘણા શ્રદ્ધાળુઓએ સુરક્ષા કોર્ડન તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસ અને આરએએફએ આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરવો પડ્યો. જ્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા શ્રદ્ધાળુઓ સાથે કડક વર્તન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક યાત્રાળુઓના સમૂહની પોલીસ સાથે અથડામણ થઈ હતી. કોઈક રીતે સ્થળ પર હાજર પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે સુરક્ષાકર્મીઓએ બેરિકેડ પર ચઢીને વ્યવસ્થા સંભાળવી પડી હતી.જો કે, યાત્રિકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે પોલીસનો પરસેવો છૂટી ગયો હતો. બેકાબૂ ભીડે બેરિકેડ તોડી નાખ્યા હતા અને પોલીસને લાઠીઓ મારી તેમને કાબુમાં લેવા પડ્યાં હતા. કમિશનર, આઈજી અને એડીજી પણ મામલો વણસતો જોઈ મંદિરમાં પહોંચ્યા હતા અને લાઉડ સ્પીકર લઈ શાંતિ જાળવવા ભક્તોને અપીલ કરી હતી. ભારે ભીડને પગલે અન્ય જિલ્લામાંથી અયોધ્યા આવતા રૂટ પર ટ્રેન રોકવામાં આવી રહી છે અને ભીડ વિશે જાણકારી આપી કોઈ બીજા દિવસે આવવાની અપીલ કરવામાં આવી રહી છે.

દરેક વ્યક્તિ વહેલી તકે દર્શન કરવા આતુર જોવા મલી રહી હતી અને તેના કારણે પોલીસકર્મીઓને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. SSB અને RAF સૈનિકો પણ ભક્તોને નિયંત્રિત કરવામાં લાચાર જણાયા હતા. જન્મભૂમિ માર્ગ પર પાંચસો મીટરના અંતરે ત્રણ વિભાગોમાં રિટ્રેક્ટેબલ ગેટ લગાવીને શ્રદ્ધાળુઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભીડના દબાણમાં ગેટ પણ તૂટી ગયો. કેટલાક શ્રદ્ધાળુઓ સાથે સાથે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. જ્યારે ભક્તો બેરિકેડિંગ ઓળંગીને અંદર પ્રવેશ્યા ત્યારે સવારે 11.30 વાગ્યે આરતી માટે મંદિરમાં દર્શન થોડા સમય માટે બંધ કરી દેવાયા હતા, પરંતુ ભીડને કારણે ફરી દર્શન શરૂ કરાયા હતા.

બપોરના 2 વાગ્યાની આસપાસ ભારે ભીડ ઉમટી પડતા અંદર અને બહાર બંને ભક્તો કાબૂ બહાર થવા લાગ્યા, જેને કારણે પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. ભક્તોને કાબૂમાં લેવા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો અને હવામાં લાકડીઓ લહેરાવી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. એડીજી ઝોન પીયૂષ મોડિયા પોતે લાઉડસ્પીકર દ્વારા શ્રદ્ધાળુઓને ધીરજ રાખવાની અપીલ કરતા રહ્યા. ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલ અને આઈજી પ્રવીણ કુમાર મુખ્ય પ્રવેશદ્વાર પર પહોંચ્યા હતા.

Shah Jina