સૌથી હોટ મોડલ એકબીજાની બાહોમાં જોવા મળ્યા બંને…એવો ડાન્સ કર્યો કે ફેન્સનો મગજ ફાટ્યો- જુઓ
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા છેલ્લા દિવસોમાં સોશિયલ મીડિયા પર ઇનાયા સુલ્તાના નામની એક છોકરી સાથે ડાંસ વીડિયોને લઇને ખૂબ ચર્ચામાં બનેલા છે. આ વચ્ચે તે બંનેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. આ બીજા વીડિયોને ઇનાયા સુલ્તાનાએ પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યો છે.
ઇનાયા સુલ્તાનાએ પોતાના ટ્વિટર હેંડલ પર રામ ગોપાલ વર્મા સાથેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બંનેનો એ જ ડાંસ સીક્વેંસનો વધુ એક નજારો જોવા મળી રહ્યો છે. ઇનાયાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, હું અધિકારિક રીતે પોતાના અને રામ ગોપાલ વર્માના આ વીડિયોને શેર કરુ છુ. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રામ ગોપાલ પર કાસ્ટિંગ કાઉચના ગંભીર આરોપ લગાવ્યા છે.
તમને જણાવી દઇએ કે, આ વીડિયો 22 ઓગસ્ટનો છે, જેમાં રામ એક સ્ટ્રગ્લિંગ ન્યુકમર મોડલ ઇનાયા સાથે બેસૂધ થઇને અજીબોગરીબ ડાંસ કરી રહ્યા છે. રામ ગોપાલે પહેલા પોતાની સફાઇ આપતા કહ્યુ હતુ કે, આ વાયરલ વીડિયોમાં તે નથી. તે બાદ તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ઇનાયા સાથેની એક શેલ્ફી શેર કરી છે. રામ ગોપાલ વર્માએ આ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, વાયરલ વીડિયોમાં ડાંસિંગ પાર્ટનર બ્યુટિફુલ ઇનાયા સુલ્તાના સાથે.
With the beautiful @inaya_sultana my dancing partner in the viral video pic.twitter.com/4jRGwn1Mh6
— Ram Gopal Varma (@RGVzoomin) August 24, 2021
ફેમસ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માનો વિવાદો સાથે સંબંધ રહ્યો છે. ઘણીવાર તેઓ તેમની લાઇફને કારણે ચર્ચામાં બનેલા રહે છે. હવે હાલમાં જ તેમનો એક ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રામ ગોપાલ વર્મા ધૂત થઇને એક છોકરી સાથે ડાંસ કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યુ છે. આ વાયરલ વીડિયો સુલ્તાનના બર્થ ડે પાર્ટીનો છે, જેમાં રામ ગોપાલ વર્મા પણ સામેલ થયા હતા.
એવું કહેવામાં આવી રહ્યુ છે કે, પાર્ટીમાં રામ ગોપાલે ખૂબ પીધી હતી. ધૂત થઇને ઇનાયા સુલ્તાન સાથે તેમણે ડાંસ કર્યો હતો. આ સાથે જ ઇનાયાએ એક તસવીર પણ શેર કરી છે, જેમાં રામ ગોપાલ વર્મા ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ લોકોએ સવાલ ઊભા કરવાના શરૂ કરી દીધા છે.
યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતા કહ્યુ કે, રામ ગોપાલ વર્મા પૂરા ધૂત છે અને તેમની ડાંસ કરવાની રીત પણ બિલકુલ બરાબર નથી. જો કે, વિવાદ વધતો જોઇ ઇનાયાએ તસવીર ડિલીટ કરી દીધી. હવે આ બધા વચ્ચે રામ ગોપાલ વર્માએ પોતાની વાત રાખતા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી દાવો કર્યો છે કે, તેમાં નજર આવનાર વ્યક્તિ તે નથી. તેને શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યુ કે, વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ હું નથી અને ના સાથે જોવા મળતી યુવતિ ઇનાયા સુલ્તાના છે. હું અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની કસમ ખાઉં છુ.
જો કે, વાત અહીં ખત્મ નથી થતી. તે બાદ ઇનાયા સુલ્તાને એક તસવીર શેર કરી જેમાં તે બંને વીડિયોમાં જોવા મળતા ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. રામ ગોપાલના આ ડાંસને જોઇને લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ, લોકોએ દાવો કર્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યા છે તે રામ ગોપાલ વર્મા છે.
I officially share this video of mine and @RGVzoomin pic.twitter.com/gr80fFARnK
— Inaya Sultana (@inaya_sultana) August 25, 2021
તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ રામ તેમની કો-સ્ટાર સાથે તસવીરમાં તેમની જાંઘ પકડતી જોવા મળ્યા હતા. રામ ગોપાલની ફિલ્મ ડેંજરસનું ટ્રેલર રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો છે. ટ્રેલરને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. જો કે, ફિલ્મની રીલિઝની હજી કોઇ ઘોષણા કરવામાં આવી નથી.
दया आती है उस लड़की पर जो फिल्म में छोटे से रोल के लिए ऐसे गेंडे को अपने शरीर से लिपटने देती है।
इससे अच्छा तो यह होता क्यों खेत में मजदूरी करके अपना पेट पालती, कम से कम इसे अपने जैसा सुंदर नौजवान मजदूर तो मिलता।
— Rajesh Vastarpara 🇮🇳 (@RajVastarpara) August 22, 2021