પોતાના પાલતુ શ્વાનને બેગમાં લઈને વેકેશન પર જતા સમયે એરપોર્ટ પર સ્પોટ થયો “RRR” ફેમ રામ ચરણ, વીડિયોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ

પોતાની ગર્ભવતી પત્ની સાથે રજાઓ મનાવવા માટે જઈ રહેલા રામ ચરણ સાથે સેલ્ફી લેવા જતી એક ચાહકને ગાર્ડે રોક્યો.. પછી અભિનેતાએ કર્યું એવું કે વીડિયો તમારું દિલ જીતી લેશે.. જુઓ

ફિલ્મ “RRR”એ આખી દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. ઓસ્કરમાં આ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરીજીનલ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ મળતા જ આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત દુનિયાભરમાં પણ આ ગીતને અલગ અલગ રીતે ટ્રિબ્યુટ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ બાદ ફિલ્મના કલાકારો રામ ચરણ અને જુનિયર એનટીઆરની લોકપ્રિયતા પણ સાતમા આસમાને છે.

અભિનેતા રામ ચરણે તાજેતરમાં જ તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો. રામ ચરણ બુધવારે રાત્રે પત્ની ઉપાસના કોનિડેલા સાથે દુબઈમાં રજાઓ ગાળવા નીકળ્યા હતા. અભિનેતા અને ઉપાસના હૈદરાબાદથી તેમના પાલતુ શ્વાન રાઇમ સાથે ગયા હતા. એરપોર્ટ પરથી રામ ચરણની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે અને ચાહકોનું કહેવું છે કે તે ખૂબ જ જરૂરી બ્રેક લઈ રહ્યો છે.

પેપરાજી એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં રામ ચરણ ઉપાસના અને તેમના શ્વાન સાથે એરપોર્ટ પર ચાલતો જોવા મળ્યો હતો. તેણે બ્લેક જેકેટ અને ગ્રે ટ્રાઉઝરની નીચે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું. ઉપાસનાએ બ્લેક ટોપ અને ફ્લોરલ જેકેટની નીચે બ્લેક લેગિંગ્સ પહેર્યા હતા. તેણે સફેદ ચંપલ પણ પહેર્યા હતા અને બેગ પણ સાથે રાખી હતી. બંનેએ ડાર્ક સનગ્લાસ પહેર્યા હતા. આ દરમિયાન બધાની નજર રામ ચરણના પાલતુ શ્વાન પર પડી, જે ઉપાસના સાથે બેગમાં ફરતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

વીડિયોમાં રામ ચરણના સિક્યુરિટી ગાર્ડ લોકોને તેમનાથી દૂર ધકેલતા જોવા મળે છે. જો કે, અભિનેતાએ તેને આમ ન કરવા કહ્યું. જ્યારે તેના ગાર્ડે એક છોકરીને દૂર ધકેલી દીધી, ત્યારે રામે તે વ્યક્તિથી પોતાનો હાથ હટાવી લીધો. તેણે થોડા સમય માટે ફેન સાથે સેલ્ફી માટે પોઝ પણ આપ્યો. આ વીડિયોમાં કોમેન્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું, “તેનો ગાર્ડ એક ચાહકને ધક્કો મારી રહ્યો હતો પરંતુ રામચરણે તેને આમ કરતા રોક્યો.

Niraj Patel