રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ શેર કર્યો લગ્નનો વીડિયો, પ્રી વેડિંગથી લઇને સમુદ્ર કિનારે મસ્તી સુધી…અનેકવાર રોમેન્ટિક થયા દુલ્હા-દુલ્હન
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરીના રોજ ગોવામાં લગ્ન કરી હવે પતિ-પત્ની બની ગયા છે. બંનેના લગ્ન પરંપરાગત શીખ અને સિંધી રીતિ-રિવાજથી થયા હતા. લગ્ન સાઉથ ગોવા સ્થિત ITC ગ્રાન્ડ હોટેલમાં યોજાઇ હતી. આ લગ્નમાં કપલના સંબંધીઓ અને માત્ર નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ત્યારે લગ્નના બે દિવસ બાદ ન્યુલી વેડ કપલ રકુલ અને જેકીએ સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો શેર કર્યો છે.
આ વેડિંગ વીડિયોમાં રકુલ પ્રીત અને જેકી ભગનાનીના પ્રી-વેડિંગ ફંક્શન્સની પણ ઝલક બતાવવામાં આવી છે. હલ્દી, મહેંદી, સંગીત અને મંડપ સુધીના દ્રશ્યો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. રકુલ અને જેકીના ફેરા પણ સમુદ્ર કિનારે થતા વીડિયોમાં બતાવવામાં આવ્યા છે. જેકીએ ઈમોશનલ ગીત દ્વારા રકુલને ચોંકાવી દીધી હતી. આ ગીતમાં બંનેની પ્રેમ કહાની વર્ણવવામાં આવી છે અને તેનું ટાઇટલ છે ‘બિન તેરે’. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બિન તેરે ગીત વાગી રહ્યું છે, જે જેકીએ ખાસ રકુલ માટે ડેડિકેટ કર્યુ છે.
આ વીડિયોની સાથે કેપ્શનમાં કપલે લખ્યું, આ તમે અને હું નથી, અમે છીએ. #bintere #abdonobhagna-ni.” રકુલ પ્રીત અને જેકી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયો પર ચાહકો સિવાય સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રકુલ-જેકીના લગ્નનો આ વિડિયો હલ્દી, મહેંદી, સંગીત અને તમામ ધાર્મિક વિધિઓ સાથે પ્રી-વેડિંગ ફંક્શનની પળોને સામેલ કરીને બનાવવામાં આવ્યો છે.
કપલના સનસેટ વેડિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વીડિયોમાં કપલનો એકબીજા માટેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. અભિનેત્રીએ આ સુંદર ક્ષણને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ ફેન્સ કપલને અભિનંદન આપી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં દુલ્હન રકુલની જોરદાર એન્ટ્રી જોઇ શકાય છે, બ્રાઇડલ એન્ટ્રી સમયે રકુલ ડાંસ કરે છે અને જેકી પણ તેની દુલ્હનને જોઈને થિરકવા લાગે છે.
રકુલની લગ્નના મંડપમાં એન્ટ્રી થતા જ બંને એકબીજાને ભેટે છે અને પછી બંનેની વરમાળાની ઝલક જોવા મળે છે. વીડિયોમાં એક ઝલક એ પણ બતાવવામાં આવી છે, જ્યારે કપલ દરિયામાં મસ્તી કરી રહ્યુ હોય છે. જણાવી દઈએ કે રકુલ અને જેકીના લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
શાહિદ કપૂર-મીરા રાજપૂતથી લઈને શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા, આયુષ્માન ખુરાના-તાહિરા કશ્યપ, ભૂમિ અને તેની બહેન સમીક્ષા પેડનેકર, એશા દેઓલ, વરુણ ધવન, નતાશા દલાલ સહિત અનેક સ્ટાર્સની આ લગ્નમાં હાજરી જોવા મળી હતી.જણાવી દઇએ કે, જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં હતા. રકુલે 2022માં તેના જન્મદિવસ પર એક રોમેન્ટિક ફોટો પોસ્ટ કરીને જેકી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી.
તેણે જેકીને તે વર્ષની ‘સૌથી મોટી ભેટ’ ગણાવી હતી. પોતાની લવ સ્ટોરી વિશે રકુલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બંને પાડોશી હતા, પરંતુ તેઓએ ક્યારેય વાત નહોતી કરી. ત્યારબાદ બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ અને આ મુલાકાત બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. મિત્રતાના થોડા સમય પછી જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને આખરે 21 ફેબ્રુઆરીએ બંને પોતાના સંબંધોને લગ્ન સુધી લઇ ગયા.
જુઓ વેડિંગ વીડિયો
View this post on Instagram
રકુલ અને જેકીના લગ્નની તસવીરો
View this post on Instagram