રક્ષાબંધન 2023 : શું 30 અને 31 બંને દિવસે મનાવવામાં આવશે રક્ષાબંધનનો તહેવાર ? જાણો રાખડી બાંધવાનું શુભ મુહુર્ત

રક્ષાબંધનની તારીખ પર કન્ફ્યુઝન ખત્મ, જાણો કાલે કે પરમદિવસે મનાવવો રાખીનો તહેવાર

Raksha Bandhan 2023 : રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધમાં પ્રેમ અને સ્નેહનો દિવસ છે. દર વર્ષે શ્રાવણ શુક્લની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન ભદ્રા કાળે થવા જઈ રહ્યો છે, જેના કારણે તહેવારની તારીખને લઈને ઘણી અસમંજસ ફેલાઈ ગઈ છે. કેટલાક 30 ઓગસ્ટે તો કેટલાક 31 ઓગસ્ટના રોજ તહેવાર મનાવવાની વાત કરી રહ્યા છે. તો ચાલો આ બધી મૂંઝવણો દૂર કરીએ.

સાવન પૂર્ણિમા તારીખ
રક્ષાબંધનનો તહેવાર સાવન શુક્લ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સાવન શુક્લ પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, બુધવારના રોજ સવારે 10.59 કલાકે શરૂ થશે અને 31 ઓગસ્ટ, ગુરુવારે સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઑગસ્ટ એમ બંને દિવસે ઉજવવામાં આવશે. બહેનોએ માત્ર ભદ્રા કાળને ધ્યાનમાં રાખીને ભાઈને રાખડી બાંધવા માટે સમય કાઢવો પડશે. રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય 30મી ઓગસ્ટની રાત્રે 9:02થી 31મી ઓગસ્ટની સવારે 7:05 સુધીનો રહેશે.

ભદ્રા કાળમાં રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે. આ વખતે ભદ્રા કાળ 30 ઓગસ્ટે પૂર્ણિમાની તારીખ સાથે શરૂ થશે, જે રાત્રે 9.02 વાગ્યા સુધી ચાલશે. એટલે કે લગભગ 10 કલાક ચાલશે. તેથી જ 30મી ઓગસ્ટે ભદ્રા કાળ પછી જ બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધી શકશે.

30 ઓગસ્ટે રાખી મુહૂર્ત
કારણ કે ભદ્રા કાળ 30 ઓગસ્ટે સવારે પૂર્ણિમાની તારીખ સાથે શરૂ થશે અને રાત્રે 9.02 વાગ્યે સમાપ્ત થશે, તેથી બહેનો ભાઈને રાખડી બાંધી શકશે ભદ્રકાળના અંત પછી જ. એટલે કે 30 ઓગસ્ટે તમને રાખડી બાંધવા માટે માત્ર રાત્રિનો સમય મળશે. રક્ષાબંધન 30 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે, તો 9.02 મિનિટ પછી જ રાખડી બાંધવી જોઈએ.

31 ઓગસ્ટે રાખી મુહૂર્ત
જો તમે 31 ઓગસ્ટે રક્ષાબંધન મનાવવાના છો, તો આ દિવસે સવારે 7:05 વાગ્યા પહેલા તમારે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધવી. આ પછી સાવન પૂર્ણિમાની તિથિ અને રક્ષાબંધનનું મહત્વ બંને સમાપ્ત થઈ જશે. કોઈ પણ સંજોગોમાં તમારે આ સમય પહેલા રાખડી બાંધવી પડશે.

રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરો
રક્ષાબંધનનું રક્ષાસૂત્ર લાલ, પીળા અને સફેદ રંગનું હોવું જોઈએ. મંત્ર જાપ કરતી વખતે હંમેશા રક્ષાસૂત્ર કે રાખડી બાંધવી જોઈએ. આ દિવસે ભાઈને રાખડી બાંધતી વખતે બહેનો, યેન બદ્ધો બલી રાજા, દાનવેન્દ્રો મહાબલ:| તેન ત્વામ રક્ષા બધ્નામી, રક્ષે માચલ માચલઃ। આ મંત્રનો ઉચ્ચાર કરવો.

રક્ષાબંધન પર ભાઈઓએ શું કરવું જોઈએ?
રક્ષાસૂત્ર કે રાખડી બાંધ્યા પછી તમારા માતા-પિતા અથવા ગુરુના આશીર્વાદ લો. આ પછી, બહેનને ક્ષમતા અનુસાર ભેટ આપો. એવી વસ્તુઓ ભેટ તરીકે આપો, જે બંને માટે શુભ હોય. ભૂલથી પણ કાળા કપડાં અને મસાલેદાર ખાવા-પીવાનું ન આપો. એવું કહેવાય છે કે આમ કરવાથી સંબંધોમાં ખટાશ આવે છે.

Shah Jina