ખુશખબરી આલિયા ભટ્ટ બાદ હવે રાખી સાવંત પણ થઇ પ્રેગ્નેન્ટ? ફ્લોન્ટ કર્યું મોટું બેબી બમ્પ જુઓ વીડિયો

રાખી સાવંતે ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ, જુડવા બાળકોની બનશે માતા, કહ્યું મસીહાને જન્મ….

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બીજી એક મોટી ખુશખબરી સામે આવી છે. આલિયા ભટ્ટ પછી હવે રાખી સાવંતે પણ એલાન કરી દીધું છે કે તે પ્રેગ્નેન્ટ છે અને જુડવા બાળકને જન્મ આપવાની છે. આ દરમ્યાન રાખી સાવંતે બેબી બમ્પ પર ફ્લોન્ટ કરી દીધો હતો અને કહ્યું હતું કે તે જલ્દી મસીહાને જન્મ આપવા જઈ રહી છે.

રાખી સાવંત ક્યારેક તેના ડાન્સ પરફોમર્સ દ્વારા લોકોને એન્ટરટેન કરતી હોય છે તો ક્યારેક અતરંગી વાતો કરીને બધાને હસાવતી હોય છે. આ દિવસોમાં રાખી સાવંત સાતમા આસમાને છે. રાખીનો એક વીડિયો વાયલ થતા જ ચાહકોમાં ઉત્સુકતા હોય છે કે હવે આ વીડિયોમાં રાખીએ શું અતરંગી કામ કર્યું હશે.

રાખીએ પેપરાજી સાથે એક પ્રેન્ક કર્યું હતું જેને જોઈને દરેક લોકોને હસું આવી જશે. બોલિવૂડની ડ્રામા કવીનના નામથી ઓળખાતી રાખી સાવંત તેના આ નવા વીડિયોને લઈને છવાયેલી છે જેમાં તે બેબી બમ્પની સાથે નજર આવી રહી છે. આ વીડિયોની શરૂઆતમાં જ રાખી કહી રહી છે કે ભગવાન તેના સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે તે મસીહાને જન્મ આપવાની છે જે પાપીઓને સુધારશે.

રાખી સાવંત તેના મિત્ર સાથે જિમથી બહાર નીકળે છે અને તેના પેટના ભાગ પર બે ફુગ્ગા લગાવેલા નજર આવી રહ્યા છે. આ ફુગ્ગાને રાખી સાવંત ફ્લોન્ટ કરે છે તેવું કહીને કે તે પ્રેગ્નેન્ટ થઇ ગઈ છે અને જલ્દી એક બાહુબલીને જન્મ આપશે. રાખીને આવી રીતે જોઈને ત્યાં ઉભેલા લોકો અને પેપરાજી દરેક લોકો હસવા લાગે છે. તેટલામાં જ રાખી સાવંતનો મિત્ર અભિનેત્રીના પેટની પાસેથી ફુગ્ગા નીકાળી દે છે અને રાખી તેને ફોડી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો આ પ્રેન્ક વાળો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આજ કાલ રાખી સાવંત તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાનીને લઈને ચર્ચામાં રહેતી હોય છે. રાખી આદિલ સાથે ઘણા રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચુકી છે. રાખી સાવંતના 90 લાખ જેટલા સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ છે. અને તે દરરોજ વધતા જ જાય છે.

Patel Meet