૨૧ વર્ષની અભિનેત્રીની પ્લાસ્ટિક સર્જરી દરમિયાન મૃત્યુ થતા જ રાખી સાવંતનો ડોક્ટર પર મગજ હટ્યો, જુઓ શું શું કહ્યું

હાલમાં જ કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી દરમિયાન નિધન થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે 21 વર્ષીય ચેતના રાજને ‘ફેટ ફ્રી’ સર્જરી માટે બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં, ચેતના રાજની તબિયત બગડતાં અચાનક તેનું અવસાન થયું હતુ. ચેતના રાજના અવસાનથી કન્નડ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે, ત્યારે રાખી સાવંતને પણ મોટો આંચકો લાગ્યો છે. રાખી સાવંતને આશ્ચર્ય થાય છે કે આખરે પ્લાસ્ટિક સર્જરી કરાવતી વખતે કોઈનો જીવ કેવી રીતે જાય છે.

રાખી સાવંતે ચેતના રાજના મોત માટે અભિનેત્રી પર સર્જરી કરનાર હોસ્પિટલ અને ડોક્ટરો પર સવાલ ઉઠાવ્યા છે.ચેતના રાજના મોતના સમાચાર સાંભળ્યા બાદ રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. રાખી વીડિયોમાં કહેતી સંભળાય છે કે – મિત્રો પ્લાસ્ટિક સર્જરીના કારણે મૃત્યુ પામેલી કન્નડ અભિનેત્રી ચેતના રાજને લઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત છું. મારે જાણવું છે કે આ કઈ હોસ્પિટલ છે, કયા ડોક્ટરો છે. તે માત્ર 21 વર્ષની હતી. કઈ સર્જરી કરવામાં આવી હતી જેમાં તેનું મોત થયું ?

આ ખરેખર આઘાતજનક છે. રાખી આગળ કહે છે કે આવું ક્યારેય થતું નથી. આ ડોક્ટરને ડિગ્રી કોણે આપી? આજકાલ, કોઈ ડૉક્ટર બનવા માટે જાગે છે, કોઈ નર્સ બનવા માટે જાગે છે, કોઈ પ્લાસ્ટિક સર્જન બનવા માટે જાગે છે. અભિનેત્રી આગળ કહે છે કે જો તમારી પાસે વધુ માહિતી નથી તો તમે બોલિવૂડના સારા લોકોને પૂછો, તમે મને પૂછો… તમારે કયા ડૉક્ટર પાસે જવું જોઈએ. અભિનેત્રી વીડિયોમાં આગળ કહે છે કે આ રીતે કોઈની પાસે ન જાવ અને ઓપરેશન થિયેટરમાં સૂઈ ન જાઓ, તે ખૂબ જ ખરાબ છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

21 વર્ષની છોકરી… મને ખબર નથી કે તેણે કઈ સર્જરી કરાવી હતી. ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં રાખીએ જણાવ્યું હતું કે, તે સમયે મિસ વર્લ્ડથી લઈને મિસ યુનિવર્સ અને દરેક હિરોઈન પ્લાસ્ટિક સર્જરી કરાવતી હતી. રાખી સાવંતને કોઈએ કહ્યું કે જો તમારે બોલિવૂડમાં જવું હોય તો તમારે તમારી જાતને પરફેક્ટ બનાવવી પડશે. ત્યારબાદ રાખીએ પ્લાસ્ટિક સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

Shah Jina