અભિનેતા રાકેશ બેદીની દીકરીએ તેના સાસરેથી કર્યો ફોન, અને પછી માંગ્યું એવું કે સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અભિનેતા બાપ, જાણો કારણ

દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જોવા મળેલા લોકપ્રિય અભિનેતા રાકેશ બેદી માટે 20 માર્ચનો દિવસ ખૂબ જ ભાવુક હતો. તે દિવસે તેમની વહાલી દીકરી રિદ્ધિમાનાં લગ્ન થયાં હતાં. દીકરીના ગયા પછી ઘર સાવ ખાલી થઈ ગયું. રાકેશ બેદી દ્વારા ઉછેરવામાં આવેલી દીકરીની વિદાયના દિવસે આંસુઓનું પૂર આવ્યું. જ્યારે પુત્રી રિદ્ધિમા તેના સાસરે ગઈ અને તેના પિતા રાકેશ બેદીને ફોન કરીને વિનંતી કરી ત્યારે રાકેશ બેદી ભાવુક થયા અને રડવા લાગ્યા હતા.

રાકેશ બેદીએ 23 એપ્રિલે દીકરી રિદ્ધિમાના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું, જેમાં જોની લિવરથી લઈને દિલીપ જોશી અને મુકેશ ઋષિ સહિત અન્ય ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. રાકેશ બેદીએ તાજેતરમાં ETimes સાથેની વાતચીતમાં દીકરીના લગ્ન સાથે જોડાયેલો એક ભાવનાત્મક કિસ્સો સંભળાવ્યો.

રાકેશ બેદીએ કહ્યું, “દીકરીના લગ્ન થયા ત્યારે તેણે મને ફોન કર્યો અને કહ્યું કે પાપા, મારું ટેડી બિયર ઘરમાં રહી ગયું છે. તેણે મને તેના ટેડી બિયર સાથે દિલ્હી આવવા વિનંતી કરી. હું મારી સાથે તેનું ટેડી બિયર લાવ્યો. જ્યારે હું ફ્લાઈટમાં હતો ત્યારે મને મારી દીકરી સાથે વિતાવેલી ઘણી પળો યાદ આવવા લાગી. દીકરીના ટેડી બિયરની વાતના કારણે એ વખતે મારી આંખમાં આંસુ આવી ગયા. આજે પણ આ વાત શેર કરતી વખતે હું ભાવુક થઈ જાઉં છું.”

રાકેશ બેદીએ વધુમાં જણાવ્યું કે તેમની પુત્રીનું રિસેપ્શન ખૂબ જ શાનદાર હતું. જૂના મિત્રોને મળ્યા અને સાથે સારો સમય પસાર કર્યો. રાકેશ બેદીએ એ પણ જણાવ્યું કે તેણે લગ્ન અને રિસેપ્શન વચ્ચે આટલું અંતર કેમ રાખ્યું. અભિનેતાના કહેવા પ્રમાણે, તે ઇચ્છતો હતા કે વર-કન્યા થોડા સ્થાયી થાય.

 

View this post on Instagram

 

A post shared by Rakesh Bedi (@therakeshbedi)

કરિયરની વાત કરીએ તો રાકેશ બેદીએ 1979માં ફિલ્મ “હમારે તુમ્હારે”થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે લગભગ 150 ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. “શ્રીમાન શ્રીમતી”માં નિભાવેલ દિલરુબાના પાત્રમાં રાકેશ બેદીને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

Niraj Patel