આજે પંચતત્વમાં વિલીન થશે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, અંતિમ યાત્રાની તૈયારીઓ થઇ ગઈ શરૂ, પરિવારનું હૈયાફાટ રુદન આવ્યું સામે, જુઓ તસવીરો

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયું હતુ. તેમના નિધનથી આખો પરિવાર ભાંગી પડ્યો છે. હવે તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. તેમની અંતિમયાત્રા રાજુ શ્રીવાસ્તવના ઘરે દિલ્હીના દ્વારકાથી 9 વાગ્યે નીકળશે. રાજુના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. રાજુ શ્રીવાસ્તવને તેમના પુત્ર આયુષ્માન શ્રીવાસ્તવ દ્વારા મુખાગ્નિ આપવામાં આવશે. આજે તેઓ પંચતત્વમાં ભળી જશે. રાજુ શ્રીવાસ્તવની અંતિમ ઝલક માટે તેમના નજીકના મિત્ર સુનીલ પાલ પહોંચ્યા છે. રાજુ શ્રીવાસ્તવને બે બાળકો છે, પુત્ર આયુષ્માન સિતાર વાદક છે, જ્યારે પુત્રી અંતરા સહાયક દિગ્દર્શક છે.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના આજે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઘણા કલાકારો અને તેમના મિત્રો કોમેડિયનની અંતિમ યાત્રામાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે. અગાઉ રાજુ શ્રીવાસ્તવ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે.

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી તેના ચાહકોથી લઈને પરિવાર અને મિત્રો સુધી દરેક જણ દુખી છે. દરેક જણ તેને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. કોમેડિયનનું નિધન થયું ત્યારથી મિત્રો, સંબંધીઓ અને ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કિડવાઈ નગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે.

રાજુ શ્રીવાસ્તવના સંબંધીઓનું કહેવું છે કે તેનો મૃતદેહ તેના ભાઈના ઘરે રાખવામાં આવ્યો છે. ત્યાંથી તેમને 35 કિલોમીટર દૂર નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવશે, જ્યાં સવારે 10 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવતા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. ત્યારે ટ્રેડમિલ પર ચાલતી વખતે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયો.

નીચે પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડ્યો. તેની એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા પરંતુ 42 દિવસની જહેમત બાદ પણ તેઓ તેને બચાવી શક્યા નહીં.

કોમેડી કિંગ કહેવાતા રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ તેમના મૃતદેહનું વર્ચ્યુઅલ ટેક્નોલોજીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, ત્યારબાદ તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. વર્ચ્યુઅલ શબપરીક્ષણ સામાન્ય પોસ્ટમોર્ટમ કરતા ઘણું અલગ છે અને આમાં માનવ શરીરનું વિચ્છેદ કરવામાં આવતું નથી. મશીનોના સ્કેનિંગ દ્વારા જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમાં થોડી જ મિનિટો લાગે છે અને ટૂંક સમયમાં જ મૃતદેહ પરિવારને સોંપવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજુ શ્રીવાસ્તવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે રાજુ શ્રીવાસ્તવના શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી. 42 દિવસની સારવારને કારણે શરીર પર માત્ર ઈન્જેક્શનના નિશાન જોવા મળ્યા હતા. રિપોર્ટ બાદ રાજુ શ્રીવાસ્તવનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો.

તમને જણાવી દઈએ કે રાજુની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જે નવી ટેક્નોલોજીથી કરવામાં આવ્યું હતું. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે આવતીકાલે કોમેડિયનના મૃત્યુના કારણ વિશે કોઈ મુદ્દો ન બનાવે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજુ શ્રીવાસ્તવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નવી ટેક્નોલોજી વર્ચ્યુઅલ ઓટોપ્સી દ્વારા કરવામાં આવ્યું છે. આ ટેકનિકથી પોસ્ટમોર્ટમની સમગ્ર પ્રક્રિયામાં લગભગ 15-20 મિનિટનો સમય લાગે છે. જે પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

Niraj Patel