80 વર્ષના વૃદ્ધ રોજ નાખતા હતા બગલાને દાણા, વૃદ્ધના નિધન બાદ અંતિમ વિધિમાં પણ બગલો રહ્યો સાથે, ભાવુક કરી દેનારા દૃશ્યો

એવું કહેવાય છે કે માણસ તેના માથે ચઢેલું ઋણ ભૂલી જાય છે અને ક્યારેક દગો પણ કરે છે, પરંતુ પ્રાણીઓ અને પશુ પક્ષીઓને જે થોડું ખાવાનું પણ આપણે આપ્યું હોય તો તે હંમેશા એ અહેસાનને માથે ચઢાવીને રાખતા હોય છે, આવી ઘણી ઘટનાઓ આપણી આસપાસ પણ આપે જોઈ હશે, થોડા દિવસ પહેલા જ નાગૌરમાં બે મોરની મિત્રતાની કહાની પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

ત્યારે હવે અલવર જિલ્લાના રૈનીના કદપુરા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધના મૃત્યુ પછી એક બગલો તેમની અર્થી પાસે લાંબા સમય સુધી બેઠો હતો. જ્યારે સંબંધીઓ વૃદ્ધના મૃતદેહને લઈને સ્મશાનગૃહ પહોંચ્યા તો બગલો પણ ત્યાં પહોંચી ગયો અને ચિતા પાસે બેસી ગયો. આ ઘટનાની ચર્ચા આખા ગામમાં જોરશોરથી ચાલી રહી છે.

રૈનીના કદપુરા ગામમાં એક 80 વર્ષીય ગ્રામીણના મૃત્યુ પર અનોખા સંબંધની વાત કરતો એક વીડિયો વાયરલ થયો છે. વૃદ્ધના મૃત્યુ પછી, જ્યારે અર્થીની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ એક બગલો ત્યાં આવીને બેઠો. આટલું જ નહીં જ્યારે અંતિમ યાત્રા સ્મશાન સુધી પહોંચી તો બગલો પણ ત્યાં પહોંચી ગયો. ત્યાં લોકોએ આ અનોખા સંબંધનું વર્ણન કરતી તસવીરો પણ લીધી છે, જે હવે વાયરલ થઈ રહી છે.

કદપુરા ગામમાં રહેતા મોતીલાલને લકવો થયો હતો. 7 જાન્યુઆરીના રોજ સવારે 5:30 કલાકે તેનું સારવાર દરમિયાન મોત થયું. મૃતદેહને સ્મશાનમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન એક બગલો આવીને અર્થી પર બેસી ગયો. ત્યારે મહિલાઓ ઘરમાં શોક મનાવી રહી હતી. બગલો અર્થી પર બેઠો રહ્યો. આ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

હરિરામે ઘરમાં અર્થી પર બેઠેલા બગલા પર ગુલાલ નાખ્યો. આ પછી પણ તે ત્યાંથી ગયો ન હતો. જ્યારે સ્મશાનયાત્રા નીકળી, ત્યારે બગલો પણ સ્મશાનભૂમિ તરફ આગળ-પાછળ ચાલતો ગયો. લોકોએ જ્યારે બગલા પર ગુલાલ લાગેલો જોયો ત્યારે તે સમજી ગયા કે આ એ જ બગલો છે જે ઘરમાં હતો. ગ્રામજનોએ જણાવ્યું કે અંતિમ સંસ્કાર સમયે પણ બગલો આગની ગરમી હોવા છતાં ચિતા પાસે બેઠો હતો. લોકો ચાલ્યા ગયા છતાં બગલો ત્યાં જ લાંબો સમય બેસી રહ્યો.

મોતીલાલના ભત્રીજા યાદરામે જણાવ્યું કે તેમના કાકા દરરોજ 500 મીટર દૂર આવેલા મંદિરમાં જતા હતા. અહીં મોટી સંખ્યામાં બગલા આવે છે. તે બધાની દેખરેખ કરતા હતા. આ સિવાય અન્ય પક્ષીઓ આવતા હતા. ત્યારે હવે તેમના નિધન બાદ બગલો તેમની અંતિમ વિધિ સમયે પણ સાથે રહ્યો, આ ઘટનાએ લોકોમાં આશ્ચર્ય પણ જન્માવ્યું છે અને એક અનોખા પ્રેમનું વર્ણન પણ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel