રાજકોટની શર્મશાર ઘટના : એક નાનકડી ફૂલ જેવી માસૂમ બાળકીને લીફ્ટમાં માર્યો માર… જુઓ હેરાન કરી દે તેવો વીડિયો

માસૂમ દીકરીઓ પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. હાલમાં જ સુરતનો ગ્રીષ્મા કેસ, ગાંધીનગર કેસ અને વેરાવળ કેસ ચર્ચામાં છે ત્યાં રાજકોટમાંથી માનવતાને શર્મશાર કરે તેવો કિસ્સો હાલમાં સામે આવ્યો છે. એક નાનકડી ફૂલ જેવી બાળકીને એક વ્યક્તિ દ્વારા માર મરાયો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના માધાપર ચોકડી નજીક સુંદરમ સિટ એપાર્ટમેન્ટમાં બની હતી. જેમાં એક વ્યક્તિ દ્વારા માસૂમ બાળકીને માર મારવામાં આવ્યો હતો. આ બાળકીના પેરેન્ટ્સ દ્વારા આ બાબતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ ઘટના લીફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી જેના કારણે આ ઘટના સામે આવી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના માધાપર ચોકડી પાસે સુંદરમ સિટી એપાર્ટમેન્ટ આવેલુ છે. અને ત્યાં રહેતા મહિલા દ્વારા ગાંધગ્રામ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે બાદ મહિલાએ પોલિસ સમક્ષ સીસીટીવી ફુટેજ પણ રજૂ કર્યા હતા. જેના કારણે પોલિસ દોડતી થઇ ગઇ હતી. એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચાર વર્ષની માસૂમ બાળાને એક વ્યક્તિ કે જેનું નામ રવિ સોની છે અને તે આઠમા માળે રહે છે તે બેરેહમીથી માર મારતો સીસીટીવીમાં કેદ થયો હતો.

હાલ પોલિસે આ મામલે શખ્સને સકંજામાં લીધો છે અને તપાસ હાથ ધરી છે. જે વીડિયો વાયરલ થયો છે, તેમાં જોવા મળી રહ્યુ છે કે, 19 તારીખના રોજ 10:59 મનિટે એપાર્ટમેન્ટની લિફ્ટમાં પહેલા એક નાનો બાળક આવે છે અને ત્યારબાદ એક નાની બાળકી આવે છે જે પછી એક શખસ આવે છે. આ બાળકીને તે વ્યક્તિ પોતાના શરીરથી દબાવે છે બાદમાં ગુસ્સે થઈ પોતાના હાથમાં રહેલી પાણીની બોટલ માસુમ બાળકીને માથામાં કાનના ભાગે જોરથી ફટકારી દે છે. તે બાદ તે તેને લાફા મારતો પણ જોવા મળી રહ્યો છે.

આ વ્યક્તિ બાળકીને અવાજ નહિ કરવાનું અને ચૂપ રહેવાનો પણ ઇશારો કરતો હોવાનું કેમેરામાં કેદ થયુ છે. પ્રાપ્ત વિગત અનુસાર સુંદરમ સિટી એપાર્ટમેન્ટના બિ વિંગમાં રહેતા એક વ્યક્તિએ બાળકીને બેરેહમીથી માર માર્યો હતો. આ બાળકી તે વ્યક્તિના પુત્ર સાથે પ્લે હાઉસમાં ભણતી હોવાનું સામે આવ્યુ છે. હાલ પોલિસે ફરિયાદના આધારે બાળકીને માર મારનાર યુવકની અટકાયત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rang chhe Rajkot (@rangchhe_rajkot)

Shah Jina