રાજકોટમાં મોટી હસ્તીના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી, એકનો એક પુત્ર હતો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, જેમાં કેટલાક લોકો પ્રેમ સંબંધ તો કેટલાક અવૈદ્ય સંબંધ તો કેટલાક આર્થિક તંગી અથવા તો અન્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં એક આપઘાતનો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચારી મચી ગઇ છે. દીકરાના આપઘાતને પગલે પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઇ છે.

જો કે, હાલ તો પૂર્વ ધારાસભ્યના ભત્રીજાએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ લોધિકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે હોપ્સિટલ ખસેડ્યો હતો. જણાવી દઇએ કે, મૃતકના પિતા ખીરસરા ગામમાં ઉપસરપંચ છે અને તે પરિવારમાં એકનો એક દીકરો હતો. ઘટનાની વિગત જણાવીએ તો, રાજકોટના લોધિકાના ખીરસરા ગામે રહેતા રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાનો ભત્રીજો અને ખીરસરા ગામના ઉપસરપંચનો દીકરાએ પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધી હતી.

Image source

હાલ પોલિસ આપઘાતનું કારણ જાણવા તપાસ કરી રહી છે. ત્યારે પરિવારના એકના એક દીકરાના મોતથી પરિવાર માથે પણ આભ તૂટી પડ્યુ છે. પુનિત સાગઠિયાએ ગત સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા લાખા સાગઠિયાનો ભત્રીજો હતો. મૃતકના પિતા ખીરસરા ગામના ઉપસરપંચ છે.

Shah Jina