વિન્ટેજ ગાડીઓ અને રજવાડી ઘોડાગાડીના કાફલા સાથે શાહી અંદાજમાં થયા ઉકાણી પરિવારના દીકરાના લગ્ન, જુઓ કેવો હતો લગ્નનો નજારો

રજવાડી બગીમાં વરઘોડો, ફૂલોથી સજેલી ઘોડાગાડીમાં વર-કન્યા,પાછળ હાથીઓ અને વિન્ટેજ કારમાં મહેમાનો, જુઓ આવો હતો ઉકાણી પરિવારના શાહી લગ્નનો રજવાડી ઠાઠ

ગુજરાતી પરિવારના શાહી લગ્ન ગઈકાલે જોધપુરના ઉમેદભવનમાં સંપન્ન થયા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ લગ્નની અંદર મોટી જાહોજલાલી જોવા મળી હતી, આખા ગુજરાતની અંદર આ વૈભવ લગ્નની ચર્ચાઓ ચાલી હતી, કારણ કે આ ગુજરાતના સૌથી મોંઘા લગ્નમાંના પણ એક લગ્ન હતા.

સોશિયલ મીડિયાની અંદર આ લગ્નની ઘણી તસવીરો પણ વાયરલ થઇ છે, જેમાં જોધપુરના ઉમેદભવનની અંદર ચાલી રહેલા આ લગ્નો વૈભવ જોવા મળ્યો હતો. આ લગ્ન માટે ઉમેદભવનને ખાસ રીતે શણગારવામાં આવ્યો હતો, સાથે જ મહેમાનોનું પણ ખુબ જ વૈભાવી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર લગ્ન રાજસ્થાનમાં હોવાના કારણે લગ્નને રાજસ્થાની ટચ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સામે આવેલી તસ્વીરોમાં પણ રાજસ્થાની સંસ્કૃતિની ઝાંખી થતી પણ જોવા મળી હતી. ગઈકાલે લગ્ન પૂર્ણ થયા બાદ હવે વર-કન્યા સાથે પરિવારજનો સને સ્નેહી સંબંધીઓ રાજકોટ પાછા ફરશે.

(તસવીર સૌજન્ય: દિવ્યભાસ્કર)

ઉધોગપતિ મૌલેશભાઇ ઉકાણી અને સોનલબેનના સુપુત્ર ચિં.જયના લગ્ન મોરબીની વિખ્યાત આજવીટો ટાઇલ્સવાળા અરવિંદભાઇ પટેલ અને શિતલબેન પટેલની પુત્રી ચિ. હિમાંશી સાથે  રાજસ્થાનના જોઘપુરમાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાયા. આજ જગ્યા ઉપર બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન પણ થયા હતા.

આ લગ્ન પ્રસંગ શરૂ થયો હતો 14 નવેમ્બરથી અને ગઈ કાલે 16 નવેમ્બરના રોજ આ લગ્ન પૂર્ણ થયા. જેમાં જય ઉકાણી અને હિમાંશી બંને સદાય માટે અગ્નિની સાક્ષીએ એકબીજાના બની ગયા. આ શાહી લગ્નની દરેક પળને ગુજરાતમાં રહેલા લોકો પણ નિહાળવા ઇચ્છતા હતા. કારણ કે આ લગ્નનો ઠાઠ જ એવો ખાસ હતો.

આ લગ્ન પ્રસંગમાં પીઠી, મહેંદી, ગરબા અને તમામ કાર્યક્રમો પણ ખુબ જ ખાસ રહ્યા હતા, જેની તસવીરોમાં જ આ પ્રસંગનો વૈભવ જોવા મળી રહ્યો છે. આ લગ્ન રાજસ્થાનમાં હોવાના કારણે સમગ્ર લગ્નમાં રાજસ્થાની રંગ પણ જોવા મળ્યો હતો. મહેમાનોના માથા ઉપર રાજસ્થાની પાઘડીઓ પણ સજેલી જોવા મળી હતી.

(તસવીર સૌજન્ય: દિવ્યભાસ્કર)

ગઈકાલે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા, જેમાં રજવાડીસ્ટાઇલથી હાથી ઘોડા અને ઊંટ તેમજ બેન્ડ તથા નગારાં સાથે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી.

ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે સાંજના 3.45 વાગ્યે રજવાડીસ્ટાઇલથી હાથી, ઘોડા, ઊંટ તેમજ નગર તથા બેન્ડ સાથે જાન પ્રસ્થાન થઇ હતી અને વાજતેગાજતે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી ત્યાર બાદ સાંજના 7.30 વાગ્યે હસ્તમેળાપ યોજવામાં આવ્યો અને રાત્રિના સમયે ફેરા ફરી અગ્નિની સાક્ષીએ હેમાંશી પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.

આ શાહી લગ્નની જાન પણ પ્લેન દ્વારા જોધપુર પહોંચી હતી, જ્યાં મહેમાનોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આખા ઉમેદભવનને પણ ખુબ જ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. તમામ આમંત્રિતો તેમજ મૌલેશ ભાઈ ઉકાણી પરિવાર અને અરવિંદભાઈ પટેલના પરિવારજનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

(તસવીર સૌજન્ય: દિવ્યભાસ્કર)

તા. 14મી નવેમ્બરના રોજ મહેમાનોના આગમન બાદ રાત્રે ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, એ પહેલા સાંજે મહેંદી પણ રાખવામાં આવી હતી. ગરબા નાઈટમાં ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો ગરબાના તાલ ઉપર ઝૂમ્યા હતા. આ ગરબા નાઈટમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદારે ગરબાના સુર રેલાવ્યા હતા. જેની તસવીરો પણ સામે આવી હતી.

જેના બાદ 15 તારીખના રોજ પીઠી, મંડપ મુહૂર્ત જેવા પ્રસંગોની સાથે રાત્રે મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત લોકોને ઝુમાવવા માટે સચિન-જીગર ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં જય-હિમાંશીની જોડીએ પણ કાબિલેદાદ પરફોર્મન્સ કરતાં મહેમાનોએ તાળીઓના ગડગડાટથી તેમના ડાન્સને વધાવી લીધો હતો.

અને ગઈકાલે આ સમગ્ર પ્રસંગના છેલ્લા દિવસ એટલે કે તા. 16 નવેમ્બરના રોજ જય અને હિમાંશી લગ્નના ફેરા ફર્યા હતા. અને જન્મો જન્મ સાથે રહેવાના વચન લઈને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા.

Niraj Patel