ગુજરાતમાં અહીંયા ધો. 5ના 500થી વધુ વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ ચાલુ, રેડ પડી અને અંદરનો નઝારો જોઈને પોલીસ ચોંકી

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે તેવામાં આ લહેરમાં ઘણા લોકોના મોત થયા છે, કેટલાકે તેમના પરિવાર ગુમાવ્યા છે તો કેટલાકનો તો આખો પરિવાર જ વેર વિખેર થઇ ગયો છે. તેવામાં હાલ આ ઘાતક મહામારી વચ્ચે જસદણથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રાખી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

કોરોનાના આ કાળા કહેરની વચ્ચે વિદ્યાર્થીઓને બોલાવી શિક્ષણ આપતા ક્લાસ સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલા અંગે બાતમી મળતા પોલીસ સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો અને હોસ્ટેલના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ પકડી લેવામાં આવ્યો અને તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

કોરોનાની મહામારીને કારણે સરકાર દ્વારા ટયૂશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ છત્તાં પણ જસદણમાં આલ્ફા હોસ્ટેલમાં નિયમોનો ભંગ કરી ક્લાસ ચાલુ રાખવામાં આવ્યા હતા. આ ક્લાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ અને મામલતદારે ખાતરી આપી હતી કે આ બધા બાળકોને તેમના પેરેન્ટ્સ પાસે પહોંચાડવામાં આવશે.

Shah Jina