રાજકોટમાં 4 દીકરીઓએ આપી માતાની અર્થીને કાંધ…અંતિમ યાત્રામાં સર્જાયા આંખોને ભીની કરી દેનારા દૃશ્યો…જુઓ વીડિયો

રાજકોટમાં 4 દીકરીઓએ વર્ષો જૂની પરંપરા તોડીને માતાની અર્થીને આપી કાંધ, નજારો જોઈને આખું શહેર હીબકે ચઢ્યું.. જુઓ વીડિયો

આપણે ત્યાં કેટલીક પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે. જેમાં એક પરંપરા એવી પણ છે કે અર્થીને કાંધ દીકરો અથવા તો કોઈ પુરુષ જ આપે છે. પરંતુ છેલ્લા ઘણા સમયમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં દીકરીઓ માતાની અર્થીને કાંધ આપે છે અને તેમના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થતી હોય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં દિકરીઓએ માતાના નિધન બાદ તેમની અર્થીને કાંધ આપી દિકરાની ફરજ બજાવી સમાજમાં અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. તેમની માતાની અંતિમ યાત્રામાં દીકરીઓ અર્થીને કાંધ આપીને ચાલી રહી હતી અને આ નજારો જોઈને લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

આ મામલો સામે આવ્યો છે રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સોમનાથ રિયલ હોમ સોસાયટીમાંથી. જ્યાં રહેતા દિવાળીબેન લાલજીભાઈ રૈયાણીનું અવસાન થતા તેમની ચાર દીકરીઓ સવિતાબેન પાદરીયા, ભાનુબેન ખુંટ, રંજનબેન લુણાગરીયા અને મુકતાબેન ડોબરીયાએ તેમની માતાની અર્થીને કાંધ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

ત્યારે આ કાર્યને ઉપસ્થિત પરિવારજનોએ પણ બીરદાવ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ચારેય દીકરીઓ માતાની અર્થીને કાંધ આપીને ચાલી રહી છે. આસપાસ સ્નેહી સ્વજનો અને પરિવારજનો પણ ચાલી રહ્યા છે. દીકરીઓ માતાના નિધન બાદ ખુબ જ દુઃખી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

Niraj Patel