રાજકોટની માથાભારે વહુ : જીન્સ પેન્ટ પહેરવાની ના પડતા ભાંગી નાખ્યા સાસરાના હાડકા, પછી સાસુની આવી હાલત કરી નાખી….

રાજકોટમાં પુત્રવધુ પૂજાને સસરાએ જીન્સની ના પડતા જ પુત્રવધૂએ સસરાના પગ તોડ્યા, માં સમાન સાસુની આવી ખરાબ હાલત કરી દીધી

હાલ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં જીન્સ પેન્ટ પહેરવાની ના પાડતા એક વહુએ સસરાને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે હવે સસરા બાદ તેણે સાસુને પણ માર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયાધારમાં રહેતા રમાબેન ડાભીએ પોતાના પુત્ર વિશાલ, પુત્રવધૂ પૂજા અને પૂજાના ભાઈ સુનીલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની વહુ જીન્સ પેન્ટ પહેરતી હતુ અને તેનું વર્તન પણ યોગ્ય નહોતુ,

જેને કારણે બે દિવસ પહેલા ફરિયાદીના પતિ અને પૂજાના સસરા દશરથભાઈ ડાભીએ પૂજાને જીન્સ પેન્ટ પહેરવા બાબતે ટકોર કરી હતી. ત્યારે આ મામલે પૂજા અને તેનો પતિ વિશાલ તેમજ પૂજાના પિતા હસમુખભાઈ સોલંકી ઉશકેરાઈ ગયા અને ત્રણેયે ભેગા મળી દશરથભાઈ ડાભી પર ધોકા પાઇપથી હુમલો કરી તેમના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. આ ઉપરાંત તેઓની રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે પાડોશના લોકો ભેગા થઇ ગયા હતા, જે બાદ ફરિયાદીના પતિનો છૂટકારો કરાવવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયુ હતુ. જ્યારે તેમના પતિ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા ત્યારે તેમની ખબર અંતર પૂછવા સંબંધીઓ આવ્યા હતા, આ સમય દરમિયાન પણ પૂજાએ પાઇપથી હુમલો કરી માથાના ભાગે ઘા ઝીંકયો અને પુત્ર વિશાલે મોઢાના ભાગે લાકડી ફટકારી અને પૂજાના ભાઈ સુનિલે પણ માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદી રમાબેનનો દાંત તૂટી જતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.

પ્રતિકાત્મક તસવીર

ફરિયાદી રમાબેને જણાવ્યું હતું કે, તેમના પુત્ર વિશાલે પાડોશમાં રહેતી પૂજા સોલંકી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પૂજા જિન્સ પેન્ટ પહેરતી અને તેનું વર્તન પણ યોગ્ય નહોતુ. બીજી તરફ પૂજાના પિતા હસમુખ સોલંકીએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે અને રવિ ડાભી નવાબ અને સાગર ડાભી તેમજ બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં હસમુખભાઇએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા દશરથભાઇ પર પૂજા અને તેના પતિ વિશાલે હુમલો કર્યો હોઇ તે બાબતનો ખાર રાખી ઉપરોક્ત શખ્સોએ તેમના ઘર પાસે આવી પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો.

Shah Jina