જેતપુરમાં ત્રણ-ત્રણ સંતાનોને રઝળતા મૂકીને કરી લીધો આપઘાત, જાણો સમગ્ર મામલો

ગુજરામતા છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો કોઈ નાની એવી વાતમાં પણ અપઘટ કરી લેતા હોય છે, તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે, રપંતુ હાલ જેતપુરમાંથી જે ઘટના સામે આવી છે તે રૂંવાડા ઉભા કરી દેનારી છે. આ ઘટનામાં સંબંધમાં કાકા ભત્રીજી થતા હોવાના કારણે લગ્ન ના થઇ શક્યા તો સાથે જ મોતને વહાલું કરી લીધું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરમાં અવાયેલા સુરવો ડેમ પાસે વાડિયા મોરવાળ ગામની પરણિતા અને એક સંતાનની માતાએ તેના પ્રેમી જે બે બાળકોનો પિતા હતો તેની સાથે લગ્ન ના થઇ શકવાના અકરને એક સાથે ઝેર પી અને આપઘાત કરી લીધો હતો. બંને પ્રેમી પંખીડાની આપઘાત બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચારી મચી ગઈ હતી. હાલ બંને પ્રેમી પંખીડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મૃતકનું નામ 30 વર્ષીય શૈલેષ મકવાણા છે  જયારે મહિલાનું નામ 27 વર્ષીય કિંજલ મકવાણા છે. આ બંને પ્રેમી પંખીડા વડિયા તાલુકાના મોરવાળા ગામના હોવાનું સામે આવ્યું છે. તેમજ બંને મૃતકો પરણિત હતા અને તેમને સંતાનો પણ હતા. તેમના નિધન બાદ ત્રણેય સંતાનો ઉપરથી માતા પિતાનો પડછાયો ચાલ્યો ગયો છે.

આ તપાસ કરી રહેલી પોલીસને જણાવા મળ્યું હતું કે કિંજલ અને શૈલેષ વચ્ચે પ્રેમ સંબંધો હતા, પરંતુ તે સંબંધમાં દૂરના કાકા ભત્રીજા થતા હતા. જેના કારણે તેમના લગ્ન થઇ શકે તેમ નહોતા. લગ્ન બાદ કિંજલ પણ તેના સાસરેથી રિસાઈને આવી હતી.  જેના બાદ બંને પ્રેમી પંખીડાઓ આપઘાત કરી લીધો હતો.

Niraj Patel