ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર લોકો પ્રેમ સંબંધમાં તો કેટલીકવાર આર્થિક તંગીને કારણે તો કેટલીકવાર માનસિક તણાવને કારણે આપઘાત કરી લેતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો વિદ્યાર્થીઓના આપઘાતના પણ કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક વિદ્યાર્થીનીના આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વિંછીયા ગામે એક વિદ્યાર્થીનીએ શાળામાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આપઘાતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે જણાવી દઇએ કે, આદર્શ સ્કૂલના કેમ્પસમાં આ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો આ સ્કૂલ મંત્રી કુવરજી બાવળીયાની છે. જે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે તે હોસ્ટેલમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યુ છે. હાલ તો વિદ્યાર્થિનીના આપઘાત પાછળ કારણ જાણવા મળ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવાર રાત્રે વિંછીયામાં આવેલ આદર્શ સ્કૂલ કેમ્પસમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી કાજલ જોગરાજીયા નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇ લીધો હતો.

આ ઘટનાની જાણ સ્કૂલ સત્તાધીશોને થતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા અને ધોરણ 10ની વિદ્યાર્થિને નીચે ઉતારી હતી પણ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ચૂક્યુ હતું. જણાવી દઇએ કે, જ્યારે આ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા મૃતક વિદ્યાર્થીની કાજલના પિતા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, પોતે મંત્રી બાવળિયાએ ફોન કરીને તેમને જણાવ્યું હતું કે તેમની દીકરીએ આપઘાત કર્યો છે. તેમણે કહ્યુ કે, શાળાની શિક્ષિકા વાંક વગર તેને ઠપકો આપતાં અને તેને કારણે હાલ તો ભણતરના ભારથી કાજલે આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાજલના પિતા અનુસાર, તેમને ગત રાત્રે 10 વાગ્યા આસપાસ સંસ્થામાંથી ફોન આવ્યો અને ત્યારે તેઓ સૂતા હતા એટલે ફોન ઊપડ્યો નહિ. પછી ફરી 10 મિનિટ બાદ કુંવરજી બાવળિયાનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તમે વિંછીયા આવો તમારી દીકરીને દવાખાને લઈ ગયા છીએ. એ લોકો એમ કહે છે કે દોરી સાથે ગળેફાંસો ખાધો છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ છે. હાલ તો પોલિસ આપઘાતના કારણની તપાસ કરી રહી છે.