એડવોકેટના દીકરાએ કહ્યું, PI રાણેએ ચેમ્બરમાં બંને પગના તળિયા પર લાકડીઓ ફટકારી, હવે PI સાહેબની થઇ ગઈ બદલી- જાણો શું છે મામલો
ગુજરાતના અલગ અલગ શહેરોમાં યુવાનો દ્વારા રાત્રીના સમયે રેસ ડ્રાઈવિંગ કરવાના અને અકસ્માત સર્જવાના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતમાં કોઈના જીવ પણ ચાલ્યા હતા હોય છે. ખાસ કરીને આવા મામલાઓ અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાંથી વધારે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ રાજકોટમાં ભાજપના અગ્રણીના દીકરા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ખબર પણ સતત ચર્ચામાં છે.
ગત સોમવાર રાત્રે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાખના બંગલાવાળા રોડ પર રાત્રે એક વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી એક કારણે પોલીસે અટકાવી હતી. જેના બાદ કારનો ચાલક ભાજપના અગ્રણીનો દીકરો પાશ્વ પરેશભાઈ ઠાકર હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગાંધીગ્રામના પીઆઇ રાણે અને પાશ્વ વચ્ચે ઘણી તુંતુંમેંમેં પણ થઇ હતી. આ મામલે પોલીસે ખરાબ રીતે ડ્રાઈવિંગ કરવા અને ફરજમાં રુકાવટ કરવાનો ગુન્હો પણ નોંધાયો હતો.
ત્યારે બીજી તરફ યુવાને હોસ્પિટલમાં પહોંચીને પોલીસ પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા, તેણે જણાવ્યું હતું કે પીઆઇ અને તેમની ટીમે તેને માર માર્યો છે અને કારમાં બે બોટલ દારૂ મૂકીને કેસ કરી દેવાનું પણ કહ્યું. ત્યારે આ મામલે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કાર પુરપાટ ઝડપે દોડી રહી છે અને પોલીસની ગાડી કારનો પીછો કરી રહી છે.
આ ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પીઆઇ એસ.એસ રાણેની લિવ રિઝર્વમાં બદલી પણ કરી દેવામાં આવી છે. આ મામલાની રજુઆત ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પણ કરવામાં આવી છે. ગૃહમંત્રી દ્વારા આ મામલે પોલીસ કમિશ્નરને પીઆઇ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ યુવકે પોલીસ પર પૈસાની માંગણી કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. હાલ આ મામલે એસઓજી પી.આઈ ડી.ઝાલાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.