રાજકોટ : BMW કારમાંથી 3 વ્યક્તિઓએ કરી 3 લાખ રૂપિયાની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ, આવી રીતે આપ્યો ઘટનાને અંજામ

રાજકોટ : રાજયભરમાંથી ઘણી પૈસા ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે અને કેટલાક લોકો વ્યક્તિની નજર ચૂકવી પૈસા પડાવી લેવામાં સફળ થઇ જતા હોય છે, તો કેટલાક ઝડપાઇ જતા હોય છે. હાલમાં રાજકોટમાંથી એવી ઘટના સામે આવી છે, જેમાં 3 વ્યક્તિઓએ મળી BMWમાંથી 10 જ સેકન્ડમાં 3 લાખ રૂપિયા લઇ ફરાર થઇ ગયા. આ ઘટના બાદ પોલિસે CCTC ફુટેજને આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલિસ દ્વારા છારા ગેંગનો ઘટના પાછળ હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ હોટલની સામે માધવ કોમ્પ્લેક્ષ બહાર રસ્તા પર BMW કાર પાર્ક કરેલી હતી. તેમાં રૂપિયા હોવાની જાણ થતા જ 3 વ્યક્તિઓએ પહેલા તો યુવકને કહ્યુ કે, તમારા રૂપિયા રસ્તા પર પડી ગયા છે જે બાદ તે યુવક નીચે ઉતર્યો હતો અને તેની નજર ચૂકવી તેઓ 3 લાખ રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ એ ડીવીઝન પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાંચનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી, જેને આધારે પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના સમી સાંજે લગભગ 6.30-7.00 વાગ્યા આસપાસ બની હતી.

રાજકોટ પોલસ અનુસાર, જે યુવકના 3 લાખ રૂપિયા ચોરી થયા છે, તેનું નામ પ્રજેશ દક્ષિણી હતુ અને તે માધવ કોમ્પલેક્ષ ખાતે તેના કોઇ મિત્રની મોબાઇલની દુકાન પર કામ અર્થે આવ્યો હતો. તે બાદ તે ગાડીમાં બેસી જઇ રહ્યો હતો ત્યારે લગભગ 7 વાગ્યા આસપાસ એક વ્યક્તિએ ગાડીનો દરવાજો ખટકાવી કહ્યુ કે, તમારા રૂપિયા પડી ગયા છે, આ સાંભળ્યા બાદ તે રૂપિયા લેવા નીચે ઉતર્યો અને ત્યારે જ સીટમાં પડેલ રૂપિયા 3 લાખ લઇ તેઓ રફુચક્કર થઇ ગયા હતા.

આ ઘટનાના CCTV ફુટેજ પોલિસે તપાસ્યા હતા અને તેમણે જોયુ તો આ ઘટનાને 3 લોકોએ મળી અંજામ આપી હોવાનું પ્રાથમિક તારણ લાગ્યુ હતુ. હાલ તો ફરિયાદને આધારે આરોપીને પકડવા પોલિસે અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરી માત્ર 10 સેકન્ડમાં જ થઇ હોવાનું પણ CCTV ફુટેજમાં નજરે પડે છે.

Shah Jina