રાજ્યમાં વધુ એક યુવાનને ભરખી ગયો હાર્ટ એટેક ! 22 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ધુળેટીના તહેવાર પર પરિવારમાં છવાયો માતમ

ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, 22 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી દર્દનાક મૃત્યુ- જાણો સમગ્ર વિગત

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી એક 22 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાની ખબર સામે આવી રહી છે. પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે. ધુળેટીનો તહેવાર ખીરા પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો.

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેતો કશ્યપ ખીરા બપોરના સમયે ઘરે આવ્યો અને તે પછી તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તારણ મુજબ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

File Pic

મૃતક કશ્યપ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતો હતો. મૃતકના પિતા પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એવું સામે આવ્યુ છે મૃતક પરિવારનો એકનો એક દીકરો હતો, ત્યારે તેની વિદાયથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.

Shah Jina