રાજકોટના બે પરિવારમાં સર્જાઇ કરુણાંતિકા : તળાવમાં ડૂબી જવાને કારણે 2 યુવકોના મોત, દીવાળીમાં જ બે પરિવારમાં માતમ

મિત્ર માટે જાન કુરબાન કરી:રાજકોટના ફાળદંગ બેટી ગામે તળાવમાં હાથ ધોવા જતા બાળકનો પગ લપસ્યો, તરતા આવડતુ નહોતું તોય બચાવવા છલાંગ મારી

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતની ઘટના સામે આવે છે, જેમાં કેટલીકવાર તળાવમાં ડૂબી જવાને કારણે મોત થયાનું પણ સામે આવતુ હોય છે, ત્યારે હાલમાં રાજકોટના બે પરિવારમાં દિવાળીના તહેવારમાં જ કરુણાંતિકા સર્જાઈ. દિવાળી વેકેશનમાં વતન કુવાડવાના ડેરોઈ ગામે ગયેલા પાનસુરીયા અને સોરઠીયા પરિવારના 15 અને 17 વર્ષના બે પુત્રો ડેરોઇ નજીક બેટી ગામે તળાવમાં ડૂબી જવાને કારણે મોતને ભેટ્યા હતા. ત્યારે તહેવાર ટાણે અકસ્માતે બે યુવકોના મોતને પગલે પરિવારોમાં પણ કલ્પાંત સર્જાયો છે.

દિવાળીની રજાઓમાં વતન ગયેલ બે પુત્રોના તળાવમાં ડૂબી જવાને કારણે મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી રોડ પર શ્રી રેસીડેન્સીમાં રહેતા અશ્વિનભાઈ પાનસુરીયા અને સહકાર રોડ પર સુહાસ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ સોરઠીયા તેમજ પરિવારના બીજા સભ્યો દિવાળીની રજાઓમાં વતન કુવાડવાના ડેરોઈ ગામે ગયા હતા.

તે સમયે ચાર મિત્રો 15 વર્ષિય દર્શિત અશ્વિનભાઈ પાનસુરિયા, 17 વર્ષિય જાસ્મીન નિલેશભાઈ સોરઠીયા અને બીજા બે યુવકો ડેરોઈ નજીકના ફળદાંગ બેટી ગામમાં નાસ્તો લઇને ફરવા ગયા અને નાસ્તો કર્યા પછી જસ્મીન તળાવમાં હાથ ધોવા માટે જતાં સેવાળ હોવાથી પગ લપસી જવાને કારણે તે પડી ગયો અને તરતાં ન આવડતું હોવાને કારણે ડૂબવા માંડ્યો.

પરિવારમાં અરેરાટી વ્યાપી

આ જોઇ તરત જ દર્શિતે તેને બચાવવા પાણીમાં છલાંગ મારી પરંતુ દર્શિતને પણ તરતાં આવડતું નહોતુ અને તે પણ ડૂબવા માંડતા ત્રીજો મિત્ર નંદન થોડું તરતાં જાણતો હતો અને તેણે બંનેને બચાવવા તળાવમાં છલાંગ પણ મારી અને તેના પ્રયાસથી જાસ્મીન અને દર્શિત બહાર નીકળ્યા અને બંનેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા પરંતુ બંનેના મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

Shah Jina