રાજકોટમાં 2 યુવાનો,જામનગરમાં 3 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મૃત્યુ, હાર્ટ એટેકથી બચવું છે? કામની ટિપ્સ વાંચો કોમેન્ટમાં
2 youths died of heart attack in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકની ચપેટમાં વધારે આવી રહ્યા છે, રોજ કોઈને કોઈ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવતું હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક જ દિવસમાં 2 યુવકોના મોતથી ફફડાટ ફેલાઈ ગયો છે, જેમાંથી એક યુવક તો પોતાની બહેનના લગ્નમાં હતો અને બહેનને સાસરે વળાવે એ પહેલા જ ભાઈનો જીવ હાર્ટ એટેકથી ચાલ્યો ગયો.
બહેનની વિદાય પહેલા ભાઈનું મોત :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રૈયાધા વિસ્તારમાં આવેલા શીતલ પાર્કમાં રહેતા 35 વર્ષીય રણજીત બચુભાઈ રાઠોડ તેમના માંગરોળ ગામમાં રહેતા કાકા રતિભાઈ ચનાભાઈ રાઠોડના ઘરે તેમની દીકરી કોમળના લગ્નમાં ગયા હતા. જૂનાગઢથી કોમલની જાન આવવાની હતી, રાત્રે જમણવાર બાદ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન રાત્રે 1 વાગ્યાના સુમારે રણજીતભાઇને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તે બેભાન થઇને ઢળી પડ્યો.
પરિવારમાં માતમ :
તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કરતા જ લગ્ન વાળા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રણજિતને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. પિતાના મોત બાદ ચારેય સંતાનો નોધારા બન્યા છે. તો બીજા એક બનાવામાં પણ એક 38 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયું હોવાનું સામે આવ્યું છે.
બાથરૂમમાં ઢળી પડ્યો યુવક :
જેમાં આનંદ નગર કોલોનીમાં રહેતા 38 વર્ષીય મુકેશભાઈ રામભાઈ રાઈ બાથરૂમમાં જ હતા ત્યારે જ ત્યાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેના બાદ આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા અને પાડોશીઓએ તેને સીપીઆર પણ આપ્યું હતું. જેના બાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પણ લઇ જવામાં આવ્યો, પરંતુ સારવાર કારગર નીવડે એ પહેલા જ તેનું પણ મોત નીપજ્યું હતું. તેને પણ સંતોમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે.
હાર્ટ એટેકથી બચવા પહેલા પહેલા તેના લક્ષણો વિશે પણ જાણી લેવું જરુરી છે. હાર્ટ એટેક આવ્યાના 15 મિનિટમાં નીચે મુજબના કામ કરવાથી તમે દર્દીનો જીવ બચાવી શકો છો. હાર્ટ એટેકના લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. હાર્ટ એટેકના લક્ષણો હળવા હળવા દુખાવા અને બેચેનીથી શરુ થાય છે. હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવાથી છે. છાતી સિવાય હાથ, પીઠ, ગળું, પેટ, દાંત પણ દુખાવો થયો હોય છે. તેની સાથે સાથે ઠંડો પરસેવો, ઉલટી, ચક્કર, અપચો, થાક પણ હાક્ટ એટેકના લક્ષણો છે.
સૌથી પહેલા તો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે કે છાતીમાં દુખાવો વધી જોય તો તમત મેડિકલ ઈમરજન્સી નંબર પર ફોન કરી દેવો જોઈએ. જેથી એમ્બુલેન્સ ટાઈમે આવી જાય. આ સિવાય કોઈ અન્ય વ્યક્તિની મદદથી તમે તે દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પણ પહોંચાડી શકો છો.એમ્બુલેન્સ આવે તેટલા સમયમાં નીચે મુજબની અન્ય રીતોથી તમે તેની સારવાર કરી શકો છો. હાર્ટ એટેક સમયે પોતે વાહન ન ચલાવો.
જ્યાં સુધી કટોકટીની મેડિકલ સહાય તમારા સુધી ન પહોંચે ત્યાં સુધી એસ્પિરિનને ચાવો. એસ્પિરિન તમારા લોહીને ગંઠાઈ જવાથી રોકવામાં મદદ કરે છે. હાર્ટ એટેક પછી તેને લેવાથી હાર્ટ ડેમેજ ઘટાડી શકાય છે. જો તમને તેની એલર્જી હોય અથવા તમારા ડૉક્ટર દ્વારા ક્યારેય એસ્પિરિન ન લેવાનું કહેવામાં આવ્યું હોય તો એસ્પિરિન ન લો.
જો તમને ડોક્ટર દ્વારા નાઈટ્રોગ્લિસરિન લેવાનું કહેવામાં આવ્યું છે, તો આવી સ્થિતિમાં તરત જ તેનો ઉપયોગ કરો. જો તમને લાગે કે તમને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તમારા ડોક્ટરે તમારા માટે પહેલેથી જ નાઈટ્રોગ્લિસરીન સૂચવ્યું છે, તો ઈમરજન્સી મેડિકલ મદદ આવે તે પહેલા તેને સાથે રાખી તેનાથી જ સારવાર કરો.
જો દર્દી બેભાન હોય અને તમારી પાસે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) સરળતાથી ઉપલબ્ધ હોય, તો તેનો ઉપયોગ કરવા માટે ઉપકરણની સૂચનાઓને અનુસરો. સામાન્ય રીતે જ્યારે કોઈ કારણસર હૃદયના ધબકારા ઝડપી અથવા ધીમા થઈ જાય ત્યારે તેનો ઉપયોગ થાય છે.
જો દર્દી બેભાન થઇ ગયો હોય CPR ચાલુ કરી શકો છો.જો દર્દીને શ્વાસ ન લેતી હોય અથવા તમને પલ્સ ન મળે, તો કટોકટીની તબીબી સહાય માટે કૉલ કર્યા પછી રક્ત પ્રવાહ જાળવવા માટે CPR શરૂ કરો. તેના માટે વ્યક્તિની છાતીના મધ્યમાં સખત અને ઝડપી દબાણ કરો. આ એક મિનિટમાં લગભગ 100 થી 120 વખત કરો.
હાર્ટ એટેકથી બચવાની 5 રીત
દરરોજ એક્સરસાઈઝ કરો અને પોતાની ફિટનેસ સારી રાખો. પોષક તત્વોથી ભરપૂર ડાયેટ લો અને જંક ફૂડ અવોઈડ કરો. સ્મોકિંગ, દારૂ સહિત કોઈ પણ પ્રકારના નશા કરવાથી બચો. સમય સમય પર પોતાના હાર્ટનું રેગ્યુલર ચેકઅપ જરૂર કરો.
ડાયાબિટીસ, બીપી કે ફેફસાની મુશ્કેલી હોય તો સતર્ક રહો.